રાહુલ ગાંધીનો સીધો આરોપ: માલ્યાકાંડમાં વડાપ્રધાન ખુદ જવાબદાર

નવી દિલ્હી તા.1પ
વિજય માલ્યા અને અરૂણ જેટલીની મુલાકાતની વાતને લઈને દેશના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અને મોદી સરકાર વચ્ચે આરોપ-પ્રત્યારોપ જોવા મળી રહ્યાં છે. આ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાગેડુ વિજય માલ્યાના મામલે શુક્રવારે ફરી એકવખત સરકાર પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, નસ્ત્રસીબીઆઈએ ઘણી જ શાંતિથી ડિટેન નોટિસને ઇન્ફોર્મ નોટિસમાં બદલાવી દીધી, જેનાથી માલ્યા દેશ છોડીને ભાગી શક્યો. સીબીઆઈ ડાયરેક્ટ વડાપ્રધાનને રિપોર્ટ કરે છે. એવામાં તે વાત નથી સમજાતી કે આટલાં મોટા અને વિવાદિત મામલામાં સીબીઆઈએ વડાપ્રધાનની મંજૂરી વગર લુકઆઉટ નોટિસ બદલી હશે.
રાહુલ ગાંધીએ ગુરૂવારે પણ આ મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે જેટલીની સંડોવણીથી માલ્યા ભાગવામાં સફળ રહ્યો.