રાજ્યકક્ષાના ત્રિ-દિવસીય કલા મહાકુંભનો પ્રારંભ: શ્રોતા મંત્રમુગ્ધ

રાજકોટ તા,15
ગુજરાતનાં સાંકૃતિક વારસાનું જતન થાય તે ઉદેશને પરીપુર્ણ કરવા છેવાડાનાં ગામડામાંથી માંડીને શહેરો સુધી કલાત્મંક વાતાવરણનું નિમાર્ણ કરી પ્રતિભાશાળી કલાકારોને આગળ આવવાની તકોનું નિમાર્ણ કરવા અને કલાકારોની આંતરીક શકિતઓને ખિલવવાનો તથા પુરસ્કૃત કરવાનો અભિગમ સાથે કલા મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યોક છે આ કલા મહાકુંભમાં 4 લાખથી વધારે કલા સ્પેર્કોએ ઉતસાહભેર ભાગ લીધો તે કલા મહાકુંભની શ્રેષ્ઠં સફળતા દર્શાવે છે તેમ રાજકોટ ખાતે રાજયકક્ષાનાં દ્વિતિય વર્ષ કલા મહાકુંભનાં ઉદઘાટન સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સગૌરવ જણાવ્યુ હતું.
ગુજરાતનું યુવાધન સાંપ્રત સમયમાં રમત-ગમતક્ષેત્રે તેમની મેઘાવી પ્રતિભાથી વિશ્વ ફલક ઉપર ગુજરાતનો ડંકો વગાડી રહયા છે તેવી જ રીતે કલાક્ષેત્રે પણ વિશ્વ્માં આગવી ઓળખ પ્રસ્થાશપિત કરવા માટે તેમને જરુરી સાથ-સહાય અને સહકારની તમામ તકો પુરી પાડવા રાજય સરકાર સક્રિય છે અને તે માટે જ સરકારે ખેલ મહાકુંભ-કલા મહાકુંભ જેવા હેતુપુર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતું.
રાજકોટ ખાતે રમત ગમત, યુવા અને સાંસ્કૃ તિક પ્રવૃતિઓ વિભાગ ધ્વાૃરા આયોજિત દૃવિતિય રાજયકક્ષા કલા મહાકુંભ 2018નાં ઉદઘાટન સમારોહનું મંગલદીપ પ્રગટાવીને રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દબદબાભર્યુ ઉદઘાટન કર્યુ હતુ.
સમારોહમાં યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે રાજ્ય સરકાર દ્વારા રમત-ગમત તેમજ કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે ખેલાડીઓ તેમજ કલાકારોને વૈશ્ર્વિક પ્લેટફોર્મ પુરૂ પાડવા રાજ્ય સરકાર દ્વારા રૂા.600 કરોડની માતબર રકમ ઉપલબ્ધ કરાવી હોવાનું અને વિભાગ દ્વારા આ ક્ષેત્રે કરવામાં આવતી પ્રવૃત્તિઓ, ઉપલબ્ધ યોજનાઓની માહિતી આપી હતી. તેમજ મંત્રી ઈશ્ર્વરસિંહે સહર્ષ જણાવ્યું હતું કે ખેલ મહાકુંભના નિષ્કર્ષ રૂપે હાલમાં જ એશિયન ગેમ્સમાં ગુજરાતના યુવાનોએ મેડલ મેળવી ગુજરાતનું નામ ખેલ ક્ષેત્રે રોશન કર્યું છે.
કલા મહાકુંભ ઉદઘાટન સમારોહમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, અન્ના અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યબ સર્વ ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ મ્યિુ્નસિપલ ફાયનાન્સય બોર્ડના અધ્યાક્ષ ધનસુખભાઇ ભંડેરી, અગ્રણી સર્વ ડી.કે.સખીયા, ભીખાભાઇ વસોયા, ઉદયભાઇ કાનગડ, ભાનુભાઇ મહેતા, કમલેશભાઇ મીરાણી, નીતીનભાઇ ભારધ્વાજ, રાજુભાઇ ઘ્રૃવ,પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, માંધાતાસીંહ જાડેજા, ગુણવંતભાઇ ડેલાવાળા, કલેકટર ડો. રાહુલ ગુપ્તા્,પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુેનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, જીલ્લાશ વિકાસ અધિકારી અનીલ રાણાવાસીયા, વિશાળ સંખ્યોમાં કલાપ્રેમીઓ ઉપસ્થિાત રહયા હતાં. આભારવિધિ કમિશનર સતિષ એ.પટેલે કરી હતી.