છેડતી પ્રકરણમાં પ્રોફેસર પંચાલ સસ્પેન્ડ

રાજકોટ તા.15
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડીકેટની આજની બેઠકમાં એન્ટી સેકસ્યુઅલ હેરેસમેન્ટ સેલ દ્વારા ભલામણ મુજબ ડો. પંચાલ પી.એચ.ડી.ની ગાઇડ શીપ રદ કરી તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવાનો મહત્વનો નિર્ણય લઇ આ કેસમાં વધુ વિગતો ચકાસવા માટે યુનિવર્સિટી બહારના વ્યકિત કે નિવૃત જજ પાસે તપાસ કરાવવામાં આવશે તેવો પણ નિર્ણય લેવાયો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિશ્રી પ્રો. નીલાંબરીબેન દવેની અઘ્યક્ષતામાં યોજાએલી સિન્ડીકેટની બેઠકમાં એન્ટી સેકસ્યુઅલ હેરેસમેન્ટ સેલ દ્વારા બાયોસાયન્સ ભવનના ડો. પંચાલની વિરુઘ્ધમાં મળેલ ફરીયાદના સંદર્ભમાં કમીટીની ભલામણોનો આજની મળેલ સિન્ડીકેટ દ્વારા અમલ કરવામાં આવેલ હતો. અને કમીટીની ભલામણ મુજબ ડો. પંચાલની કાયમી ગાઇડશીપ રદ કરવી અને ડો. પંચાલની અંડરમાં પી.એચ.ડી. કરતા વિઘાર્થીઓને અન્ય ગાઇડને ફાળવવા માટેનો મહત્વનો નિર્ણય કરવામાં આવેલ હતો.
આ ઉપરાંત સિન્ડીકેટની બેઠકમાં બાયોસાયન્સ ભવનના પ્રોફેસર ડો. પંચાલની વિરુઘ્ધમાં થયેલ ફરીયાદની ગભીંરતા અને એન્ટી સેકસ્યુઅલ હેરેસમેન્ટ સેલની કમીટીના રીપોર્ટને ઘ્યાને લઇ વિઘાર્થીનીને ન્યાય મળે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે ખુબ જ સખ્ય પગલા ભરવા નિર્ણય કરવામાં આવ્યા હતા.