પેટ્રોલની ટાંકીની આગ ઘરમાં ફેલાતા છ વ્યક્તિ દાઝી ગયા

લોઢવા તા. 15
સુત્રાપાડા તાલુકા પ્રશ્ર્નવડા ગામ પાસે આવેલ વડોદરા દરિયાઇ બારે માછમારીનો ધંધો કરી રહેલા અને વર્ષોથી રહેતા મચ્છમારા ઝૂસબભાઇના મકાનમાં તેમના પત્ની રોઝીનાબેન રસોઇ બનાવી રહ્યા હતા.એ સમયે ઘરમાં પોતાની હોડીની ટાંકીમાં વધેલું પેટ્રોલની ટાંકી ઘરમાં પડેલ હતી આ પેટ્રોલની ટાંકીની નળી લીક હોવાની ખબર નહિ હોવાથી રોઝીનાબેન ચુલા ઉપર રસોઇ બનાવી રહ્યા હતા. એ સમયે ચુલામાંથી એક તણખા ઉઠીને પેટ્રોલની ટાંકી પાસે પડતા આ પેટ્રોલની ટાંકીમાં આગ લાગતા આખા રૂમમાં આગ લાગેલ હતી. આ સમયે ઘરની અંદર 10 વર્ષનો છોકરો હસન ઇસ્માઇલ સાથે બીજા ત્રણ વ્યકિતઓ રજીનાબેન ઇબ્રાહીમ, ભેસણીયા ઇબ્રાહીમ યુસુફ, ભેસણીયા સદામ ઇબ્રાહીમ બચાવવા ઇમરાન જુસલભાઇ અને અમીનાબેન કાદરભાઇ પણ જતા આગની જાળમાં આવી ગયા હતા. આજુબાજુ લોકો ભેગા થઇને અંદર ફસાયેલા છ વ્યકિતને 108 મારફતે અબંજા હોસ્પટીલમાં સારવાર માટે ગયેલ.
સુત્રાપાડાના પ્રશ્ર્નાવડ આ ઘટનાની જાણ થતાં તાલાલા મત વિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઇ બારડને જતા તેઓ અંબુજા હોસ્પીટલે પહોચી પિડીતોની મુલાકાત લઇને આશ્ર્વાસન આપેલ અને ડોકટરો આલોકો પુરતીસારવાર કરવાનું જણાવેલ અને મારી જે મદદની જરૂર પડે તે કરવાની તૈયાર બતાવીને માનવતા દાખવી હતી.