ધોકા લઈ નીકળી પડ્યાં ઝીંગા ઉછેર કેન્દ્ર બંધ કરાવવા

ઊનાના કોબ ગામની ઘટનાની જાણ થતા
જ પોલીસ કાફલો દોડી ગયો: 8 કલાકની જહેમત બાદ મામલો શાંત
ઉના તા.15
ઉના તાલુકાના કોબ ગામની સીમમાં ચાલતા ગેરકાયદેસર જીંગા ઉછેર થી ખેડૂતોની જમીનને ભારે નુકશાન પહોચતુ હોય તેમજ ક્ષાર વાળા પાણીના કારણે ગંભીર બીમારીનો લોકો ભોગ બનતા હોય આ બાબતે ગ્રામજનોએ અગાઉ અનેક વખત રજુઆતો આવેદનપત્ર આપી ગે.કા.ચાલતા આ જીંગા ફામ બંધ કરાવવા તંત્રને જાણ કરવા છતા કોઇ પગલા લેવાતા ન હોય જેના કારણે ગામ લોકો ભારે રોષ સાથે યુવાનો મહીલાઓ, મહીલાઓ, વૃધ્ધો, બાળકો સહીત આખુ ગામ હાથમાં ધોકા લાકડીઓ લઇ આ દરીયાઇ પટ્ટી વિસ્તાર પર આવેલ ખરાબાની જમીનમાં ચાલતા જીંગા ઉછેર ફામ પર દોડી ગયેલા અને ભારે દેકારા સાથે જીંગા ઉછેર કેન્દ્રને બંધ કરાવવા દેકારો મચાવતા ભારે દોડા દોડી મચી ગયેલ હતી. અને પરીસ્થિતી તંગ બની જતા જીંગા ફામ હાઉસના માલીકોએ પોલીસને કંટ્રોલ પર જાણ કરતા સમગ્ર ગીરસોમનાથ જીલ્લાની મોટા ભાગની પોલીસ કોબ અને આબાજુના વિસ્તારમાં ધાડેધાડા ઉતારી સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયેલ અને આ ધટના બનતા મામલતદાર, ફિશરીઝના ઓફીસરનો કાફલો દોડી આવેલ હતો અને ગ્રામજનોને ભારે સમજાવટ બાદ ફિશરીઝ ડિપાર્ટમેન્ટએ આ જીંગા ફામ ગે.કા. હશે તો પગલા ભરવા લેખિત ખાતરી આપતા મામલો થાળે પડયો હતો.
કોબ ગામની સીમને અડીને આવેલ સર્વે નં.159 પૈકી 1 અને 161 પૈકી 2 માં લાખા ભીમા તેમજ ઓધડ બોધા ચુડાસમા, પાલા નથુ બાંભણીયાની માલીકીની જમીન આવેલ હોય આ જમીનમાં જીંગા ઉછેર કેન્દ્ર ગેરકાયદેસર ચાલતા હોય જેના કારણે આ વિસ્તારમાં આવેલ ખેડૂતોની જમીનોને નુકશાન થતુ હોય ખારા પાણીના સંગ્રહના કારણે મીઠા પાણીનો વિનાશ થતો હોય આ બાબતે કલેક્ટર તેમજ નાયબ કલેક્ટર તેમજ મદદનીશ મસ્ત્યોઉદ્યોગ મંત્રી તેમજ નિયમક અને મુખ્યમંત્રીને વારંવાર ગામ લોકોએ રજુઆત કરતા હોય તેમ છતા આ ચાલતા જીંગા ફામ બંધ કરવામાં આવતા ન હોવાના કારણે ગામ લોકોએ તંત્રને જગાડવા કાયદો હાથમાં લઇ જીંગા ફામ સુધી ટોળાના રૂપે હથિયારો સાથે ધસી ગયા હતા પરંતુ સમય સુચકતા પોલીસે નજરે નિહાળી પોલીસનો મોટો કાફલો ખડકી દેતા જીંગા ફામ સુધી લોકો પહોચવા દીધેલ નહી અને 8 કલાક સુધી ગામ લોકો જીંગા ફામ બાબતે તંત્ર સામે જીદ પકડી વિરોધ કરતુ રહ્યુ હતુ. અને આ ફામ બંધ કરાવવા માંગણી કરતા
રહ્યા હતા.
જીંગા ઉછેર કેન્દ્ર બંધ કરાવવા અંગે માંગણી કરી રહેલા ગ્રામજનોએ એવો પણ તંત્ર પર આક્ષેપ કરેલ હતો કે આ કેન્દ્રને પ્રમાણપત્ર ગ્રામપંચાયતની સંમતિ વગર કોણે આપી હશે. તેમજ મામલતદારએ તા.15/5/2018ના મદદનીશ મસ્ત્યઉદ્યોગ નિયામક ગીરસોમનાને જીંગા ઉછેર કેન્દ્ર બંધ કરવા અભિપ્રાય આપેલ હતો. અને કેન્દ્ર બંધ કરાવા નોટીસ પણ અપાયેલ પરંતુ આ તમામ પ્રકારની કામગીરી તંત્રએ માત્ર કાગળો પર ફાઇલ રાખેલ હોય અને ખેડૂતોની જમીનો ખારા પટમાં ફેરવાતી હોવાના કારણે ગરીબ ખેડૂતોની આજીવિકા ઝુટવાતા અસરગ્રસ્ત ખેડૂતો બેકાર અને બેહાલ થઇ જતાં આખરે રોષે ભરાય પોતાના પરીવારો અને ગ્રામજનો સામુહિક રીતે ફામ બંધ કરાવવા નિકળી પડતા બધડાટી બોલતા અટકી ગયેલ હતી. સર્વે નં.161 પૈકી 2 વાળી જમીનની હક નોંધ ના મંજુર કરી હોવા છતાં તેમજ આરટીઆઇ સુજબ કેસ ચાલતા હોય તેમાં તંત્રને ગેરમાર્ગે દોરીને નોંધ પડાવા કોષીશ કરી હતી. પરંતુ તંત્રએ આ જમીનની નોંધ રદ કરેલ પરંતુ ફામ હાઉસમાં જમીન ધરાવતા માલીકોને ભારત સરકારના કૃષી મંત્રાલઇ ચેન્નાઇ દ્રારા આપવામાં આવેલ લાઇસન્સ મેળવી જીંગા ફામ ચાલુ કરાવેલ હોય તે તાત્કાલીક ધોરણે લાઇસન્સ રદ કરાવી ફામ હાઉસ બંધ કરાવવા ગામ લોકોએ માંગણી કરેલી..કોબ ગામના સરપંચ તેમજ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય બોધાભાઇ તેમજ ગ્રામજનોએ જણાવેલ કે અસરગ્રસ્ત ખેડૂતોની કોબ ગામ બચાવ સમિતી દ્રારા ખેડૂતોની કિંમતી જમીનો બચાવવા તેમજ તેના પશુ પાલન નાશ થતા અટકાવવા ભૂ-તળના, ભુગર્ભ, મીઠાજળ નાશ થતા અટકાવા પર્યાવરણ બચાવા અને ફામ ઉપર ગે.કા. થતી પ્રવૃતિને અટકાવવા આવા જીંગા ફામ બંધ કરવાજ પડશે તેવુ ગ્રામજનોએ આક્રોશ પુર્વક જણાવેલ હતુ અને કૃષિ ગ્રામ વિકાસ મંત્રાલયે પણ પત્ર પાઠવી અધિકારીને આદેશ કરેલ છે. કોબ ગામની જમીનોમાં ઉભા કરાયેલ જીંગા ફામ બાબતે ગામ લોકો અને જીંગા ફામ માલીકો વચ્ચે મોટુ ધર્ષણ સર્જાય તેવી પરિસ્થિતી નિર્માણ પામેલ હતી. અને ધટના સ્થળે પહોચેલા મામલતદાર નિનામાએ આ બાબતે રેવન્યુ જમીનોના પ્રશ્નો પોતાના ડીપાર્ટ મેન્ટમાં આવતા હોવા છતા હાથ ઉચા કરી તમામ જવાબદારી ફીશરીઝ વિભાગ પર ઢોળી દેવાયેલ હતી.