પુત્રની નજર સામે માતાને ઉઠાવી જઈ હત્યા કરી લૂંટ

જામનગર તા.15
જામનગરમાં ગત રાત્રે લુંટ, ચોરીનાં મુદ્દે એક વૃધ્ધાને ઘરમાંથી અપહરણ કરી લઈ જઈ તેની હત્યા નિપજાવાઈ હતી. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો દોડી ગયો હતો અને હત્યારાઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે.
જામનગરમાં ગુનાખોરીએ માથુ ઉચકયું છે અને છેલ્લા એક પખવાડીયામાં હત્યાના ચાર ચાર બનાવો બનતા ચકચાર જાગી છે. ગત રાતે મોટી લુંટના ઈરાદે એક વૃધ્ધાની હત્યા નિપજાવવામાં આવતા ચકચાર જાગી છે.
શહેરના કાલાવડ નાકા બહાર શ્યામગ્રીન ટાઉનશીપમાં પિતૃ કૃપા મકાનમાં રહેતા લક્ષ્મીબેન કરમસીભાઈ તાલપરા (65) નામના વૃધ્ધા ગત રાત્રે પોતાના ઘરમાં સુતા હતા. ત્યારે લુંટ અને ચોરીના ઈરાદે આવેલા શખ્સોએ તેમના ઘરમાં બારી વાટે પ્રવેશ કર્યો હતો.
આ સમયે લક્ષ્મીબેન ઉંઘમાંથી જાગી ગયા હતા અને તેમણે બુમાબુમ કરતા અન્ય રૂમમાં ઉંઘી રહેલા તેમના પુત્ર અરવિંદભાઈ પણ જાગી જતા તેઓ દોડી આવ્યા હતા. પરંતુ આરોપીએ તેમને છરીનો ભય બતાવી એક રૂમમાં પુરી દીધો હતો. આ પછી છરીના ઈશારે કોઈ પણ રીતે વૃધ્ધાને ઘરની બહાર અવાવરૂ સ્થળે અપહરણ કરી લઈ ગયા હતા જયાં તેમનું ગળુ દબાવી વૃધ્ધાની હત્યા નિપજાવી હતી. આ સમયે આરોપીએ વૃધ્ધાના કાનમાં પહેરેલા રૂા.15 હજારની કીંમતના સોનાના બુટીયાની તથા અરવિંદભાઈ રૂમની બહાર આવ્યા હતા અને ઘરમાં તપાસ પોતાના માતા નજરે નહીં ચઢતા આખરે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. આથી જીલ્લા પોલીસવડા શરદ સિંઘલ ડીવાયએસપી પીઆઈ કે.કે. બુધલ, એલસીબી પોલીસ સ્ટાફ વગેરે દોડી ગયા હતા અને નજીકમાં વાડી વિસ્તારમાંથી વૃધ્ધનો મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી અને આરોપીને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આમ જામનગરમાં લુંટના ઈરાદે વધુ એક વૃધ્ધાની હત્યા થતા ચકચાર જાગી છે.