સાવજો મેળામાં : 14 સિંહો એક સાથે

સાવરકુંડલાના આંબરડી ગામની બીડ વિસ્તારની વાડીમાં આજે વહેલી સવારે એકસાથે 14 સાવજોનું ટોળું ધસી આવ્યું હતું. સાવજોની ત્રાડો સાંભળી ખેડૂત જાગી ગયા હતા અને જોયુ તો પોતાની વાડીમાં એકસાથે 14 સિંહ જોવા મળતા બેબાકળા બની ગયા હતા. વાત વાયુવેગે ફેલાઇ જતા આસપાસના ગ્રામજનો પણ સાવજોને જોવા ઊમટી પડયા હતા. (તસવીર : મિલાપ રૂપારેલ)