રાજકોટના પ્રિન્સિપાલ ચીફ ઇન્કમટેક્સ કમિશનર-3 તરીકે ગોપીનાથની નિમણૂક

 રાજકોટના ગોવિંદલાલની દિલ્હીમાં બદલી: ઇન્કમટેક્સ વિભાગમાં મોટાપાયે થયા ફેરફાર
રાજકોટ તા.15
ઇન્કમટેક્ષ વિભાગમાં ટોચના અધિકારીઓની બદલી કરવામાં આવે છે. રાજકોટના પ્રિન્સિપાલ ચીફ કમિશ્નર-3 તરીકે રાજકોટમાં ફરજ બનાવતા ગોવિંદલાલની દિલ્હી અને અમદાવાદના બી.વી.ગોપીનાથને પ્રમોશન સાથે રાજકોટમાં બદલી કરવામાં આવી છે. આવકવેરાના પ્રિન્સિપાલ ચીફ કમિશનરોની કરવામાં આવેલી બદલીઓમાં વડોદરાના પીસીઆઈટી રાજ ટંડનની બદલી કરીને અમદાવાદમાં પીડીઆઈટી ઇન્વેસ્ટિંગેશન તરીકે મૂકવામાં આવ્યા છે. રાજ ટંડનને પીડીઆઈટી - ઇન્વેસ્ટિગેશન સુરતનો પણ વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. અત્યારે અમદાવાદમાં આ હોદ્દા પર સુરેશ કુમાર સેવા આપતા હતા. બી.વી. ગોપીનાથને પ્રમોશન સાથે રાજકોટના પીસીઆઈટી-3 તરીકે મૂકવામાં આવ્યા છે.
સુરતના પીસીઆઈટી-2ના હોદ્દા પર સેવા આપતા આનંદ કુમારને મુંબઈમાં પીડીઆઈટી - ઇન્વેસ્ટિગેશન તરીકે ખસેડવામાં આવ્યા છે. રાજકોટના પીસીઆઈટી-3ના હોદ્દા પર સેવા આપતા ગોવિન્દ લાલને દિલ્હીમાં
પીસીઆઈટી-12ના હોદ્દા પર મૂકવામાં આવ્યા છે. થાણેના પીસીઆઈટી-1 પ્રમોદ કુમારને સુરતમાં પીસીઆઈટી-2 તરીકે મૂકવામાં આવ્યા છે.
અમદાવાદના રાજકુમાર લચ્છિરામકાને પીસીઆઈટી-2માંથી પીસીઆઈટી-7માં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પીસીઆઈટી-3નો હોદ્દો ધરાવતા પ્રદીપ મહેરોત્રાને પીસીઆઈટી-2માં બદલી કરવામાં આવી છે.
-------------------