J&Kમાં સૈન્યનો સપાટો; 5 આતંકી ઠાર

  • J&Kમાં સૈન્યનો સપાટો; 5 આતંકી ઠાર
  • J&Kમાં સૈન્યનો સપાટો; 5 આતંકી ઠાર

હજુ 5 છુપાયા હોય, એરિયા કોર્ડન કરી સર્ચ ઓપરેશન શરૂ: 5 દિવસમાં 15 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારતું ભારતીય સૈન્ય શ્રીનગર તા,15
જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાબળોને વધુ એક મોટી સફળતા મળી છે. છેલ્લા ત્રણેક દિવસથી સુરક્ષાબળો રીતસરનો સપાટો બોલાવી રહ્યાં છે. આજે કુલગામના ચૌગામમાં 5 આતંકવાદીઓને ઠાર કર્યા હતાં. સેનાએ છેલ્લા 3 દિવસમાં રાજ્યમાં જુદી જુદી જગ્યાએ 15 આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા છે.
આતંકવાદીઓ સાથે થયેલા એન્કાઉંટરમાં સેનાના 2 જવાનો પણ ઘાયલ થયા છે. જે જગ્યાએ સશસ્ત્ર અથડામણ થઈ છે તે સ્થળેથી 3 આતંકવાદીઓના મૃતદેહો મળી આવ્યા છે. સાથે જ સુરક્ષાબળોએ વિસ્તાર ઘેરી લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
જમ્મૂ-કાશ્મીર પોલીસનું કહેવું છે કે, અથડામણ બાદ કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખતા બારામુલા અને કાજીગુંડ વચ્ચેની રેલવે સેવાઓ પણ રદ્દ કરી દેવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી જમ્મૂ-કાશ્મીરમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આજે શનિવારે સુરક્ષાબળોને મળેલી માહિતીના આધારે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જ્યાં આતંકવાદીઓએ સુરક્ષાબળોને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. સેનાએ વળતો જવાબ આપતા 5 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ અગાઉ ગુરૂવારે પણ સુરક્ષાબળોએ કકરિયાલ
વિસ્તારમાં 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતાં. આતંકવાદીઓને શોધી કાઢ્યા બાદ તેમને ઝડપી પાડવા ગ્રામીણ વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો.
જ્યારે હજુ અહીં પાંચ શંકાસ્પદ લોકો છુપાયા હોવાની સેનાને માહિતી મળી છે. જોકે હજુ ઠાર કરવામાં આવેલા આતંકીઓની લાશનો કબજો લઈ શકાયો નથી. શ્રીનગરના ચૌગામ કાજીગુંડમાં એન્કાઉન્ટરના કારણે બારમુલા અને કાજીગુંડ વચ્ચેની ટ્રેન સેવા રોકી દેવામાં આવી છે. પોલીસ અને સેના દ્વારા હજી સર્ચ ઓપરેશનની કાર્યવાહી ચાલુ છે.