પેટ્રોલમાં વધુ 35 પૈસા અને ડીઝલમાં 24 પૈસાનો વધારો


રાજકોટ: વાર્તામાં આવતી રાજકુંવરીની ઉંમરની જેમ દિવસે ન વધે એટલી રાત્રે વધે ને રાત્રે ન વધે એટલી દિવસે વધેની જેમ છેલ્લા કેટલાક દિવસીથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કમર-તોડ વધારો થઇ રહ્યો છે. તેમાં આજે પેટ્રોલમાં 35 પૈસા અને ડીઝલમાં 24 પૈસાનો વધારો થયો છે. આ ભાવવધારાને પગલે ગુજરાતમાં ડીઝલના ભાવ લિટરે રૂપિયા 78ને પાર થયા છે જ્યારે પેટ્રોલના ભાવે રૂા.80ની સપાટી વટાવી દીધી છે પેટ્રોલના વધતા ભાવને કાબૂમાં લેવામાં સરકારની નિષ્ક્રિયતા સામે લોકોમાં આક્રોશ જાગ્યો છે. સરકાર પેટ્રોલના ભાવને કાબૂમાં લેવા માટે સેસ, એકસાઇઝ, વેટમાં કેમ ઘટાડો કરતી નથી તેવા લોકોમાંથી સવાલો પેદા થયા છે.