પ્લેન 1 કલાક મોડું થાય તો મુસાફરને 1000નું વળતર

મુંબઈ તા,15
પ્લેનમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે ખુશખબર છે. હવે યાત્રા દરમિયાન જો ફ્લાઇટ 1 કલાકથી મોડી થશે તો 1000 રૂનો ક્લેમ આપવામાં આવશે. દેશમાં પહેલીવાર એક વીમા કંપનીએ આ પ્રકારની પોલીસી શરૂ કરી છે. જેનાથી મુસાફરોને આર્થિક રીતે ઘણો લાભ થશે.
રોજબરોજ દેશમાં ઘણી ફ્લાઇટ મોડી હોય છે અને ફ્લાઇટ મોડી હોવાને કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે
અને એરપોર્ટમાં સમય વ્યતીત કરવો અત્યંત કઠિન બની જાય છે. આવા સમયે મુસાફરો પુસ્તકો વાંચીને સમય વ્યતીત કરે છે અથવા કોફી શોપમાં જઈને સમય વ્યતીત કરે છે.
આ પોલિસીને શરૂ કરવાવાળી કંપની ડિજિટ ઇન્શ્યોરન્સના ચેરમેન કમેશ ગોયલે કહ્યું કે ,ફ્લાઇટ મોડી થતા મુસાફરોના મોબાઇલમાં એલર્ટ મળી જશે. આ એલર્ટ મળ્યા બાદ મુસાફરો ક્લેમ માટે અરજી કરી શકશે અને તેમની અરજી મળ્યા બાદ તેમના એકાઉન્ટમાં ક્લેમની રકમ ટ્રાન્સફર થઈ જશે. આ રકમ ફ્લાઇટના મોડા પડવાના સમય અનુસાર આપવામાં આવશે.
ફ્લાઈટના ઉડ્ડયનના પ્રાપ્ત થયેલા ડેટા અનુસાર શુક્રવારની રાત્રીના 10 વાગ્યા બાદ ફ્લાઇટ મોડી ઉડે છે. જ્યારે મંગળવાર સવારની ફ્લાઇટ સમયસર પ્રસ્થાન કરે છે અને તેમાં કોઈ પણ પ્રકારનો વિલંબ નથી થતો. તેવી જ રીતે બુધવારે પણ ફ્લાઇટ સમયસર પ્રસ્થાન કરે છે. ઓગસ્ટ મહિનામાં એક હજારમાં એક ફ્લાઇટ નિશ્ચિત સમય કરતાં 6 કલાક મોડી ઉડી હતી.