‘આદર્શ વહુ’ની ડિગ્રી આપતી યુનિવર્સિટી!

  • ‘આદર્શ વહુ’ની ડિગ્રી આપતી યુનિવર્સિટી!
  • ‘આદર્શ વહુ’ની ડિગ્રી આપતી યુનિવર્સિટી!
  • ‘આદર્શ વહુ’ની ડિગ્રી આપતી યુનિવર્સિટી!

શું તમારે સંસ્કારી બહુ જોઇએ છે ? તો ભોપાલની આ યુનિવર્સિટીમાં તપાસ કરો. કેમ કે અહીં આવેલ બરકતુલ્લાહ યુનિવર્સિટી કે જેના અહેવાલ તાજેતરમાં જ આવ્યા હતા કે યુનિવર્સિટી પોતે નક્કી નથી કરી શકી કે તેના બીસીએ વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષા હિંદીમાં દેશે કે અંગ્રેજીમાં હવે ફરી ચર્ચામાં છે. યુનિવર્સિટીએ હવે ખાસ કરીને યુવતીઓ માટે એક કોર્સ ડિઝાઇન કર્યો છે. આ કોર્સનું નામ છે આદર્શ વહુ બનવાનો કોર્સ. ચોંકો નહીં ખરેખર યુનિવર્સિટી આ કોર્સ ચલાવે છે અને કોર્સ કર્યાનું સર્ટીફિકેટ પણ આપે છે. !! યુનિવર્સિટીનું માનવું છે કે આ કોર્સ મહિલા સશક્તિકરણની દિશામાં આગળનું પગલું છે. આદર્શ વહુ તૈયાર કરવા માટે ત્રણ મહિનાનો આ કોર્સ યુનિવર્સિટીમાં આગામી શૈક્ષણિક સત્રથી શરુ થશે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડીસી ગુપ્તાએ કહ્યું કે ‘આ કોર્સનો ઉદેશ્ય યુવતીઓ લગ્ન પછીના માહોલ અંગે જાગૃત કરવાનો છે જેથી તેઓ લગ્ન પછી નવા પરિવારમાં આસાનીથી સેટ થઇ શકે.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘એક વિશ્ર્વવિદ્યાલય તરીકે સમાજ પ્રત્યે અમારી કેટલીક જવાબદારીઓ છે. અમારું લક્ષ્ય એવી વહુ તૈયાર કરવાનો છે જે પરિવારને એક તાંતણે બાંધીને રાખે.’ વાઇસ ચાન્સેલરે કહ્યું કે, ‘અમે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને અન્ય વિષયો સાથે જોડાયેલ આવશ્યક મુદ્ાઓનો કોર્સમાં સમાવેશ કરીશું. અમારો ઉદ્ેશ્ય છે કે આ કોર્સ પછી યુવતી લગ્ન બાદ પરિવારમાં આવતા ઉતાર-ચઢાવને સમજવા તૈયાર રહે.’