ગુજરાતનાં 1 સહિત 5 સ્થળે ‘ઉડવા’ પધારો

 એડવેન્ચર લવર્સ માટે ડીસા (ગુજરાત) સહિતનાં 5 સ્થળોએ સ્કાય ડાયવિંગની અનોખી સુવિધા
નવીદિલ્હી તા,15
એડવેન્ચર લવર્સ સ્કાય ડાઇવિંગનો ખૂબ શોખ હોય છે. સ્કાય ડાઇવિંગ કરવા માટે આમ તો વિદેશોમાં ઘણી જગ્યાઓ છે પરંતુ તમે તેની મજા ભારતમાં પણ લઇ શકો છો. જો તમને પણ આકાશમાં ઉડવાનો શોખ છે તો આજે અમે તમમે સ્કાય ડાઇવિંગ માટે ભારતની કેટલીક એવી પ્રખ્યાત જગ્યા અંગે જણાવીશું. અહીં તમે સલામત અને ટ્રેનિંગની સાથે સ્કાય ડાઇવિંગ કરી શકો છો. તો ચાલો જોઇએ ભારતની કેટલીક એવી જગ્યાઓ જ્યાં તમે તમારી સ્કાય ડાઇવિંગનો શોખ પૂર કરી શકો છો.
મૈસુર, કર્ણાટક
બેસ્ટ સ્કાય ડાઇવિંગ ડેસ્ટિનેશન્સમાં સામેલ મેસુલ પણ તેનો અનુભવ કરવા માટે બેસ્ટ છે. મેસુરમાં ઘણા સ્કાય ડાઇવિંગ કેમ્પ્સ છે. જ્યાં તમે 2-3 દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે. અંહી હવામાં ફ્રી થઇને તમે ઉડતા આકાશ તેમજ તેની આસપાસના સુંદર દ્રશ્યોની મજા લઇ શકો છો.ુ
મધ્યપ્રદેશ, ધાના
મધ્યપ્રદેશના ધાના શહેરમાં ભારતનું પ્રથમ સ્કાય ડાઇવિંગ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. અંહી તમને સ્ટેટિક અને ટેંડેમ જમ્પ્સના ઓપ્શન મળે છે. અંહી તમે 4000 ફૂટની ઉંચાઇથી જંપ કરવાની મજા લઇ શકો છો.
મહારાષ્ટ્ર, એંબી વૈલી
મહારાષ્ટ્રની એંબી વેલીને પણ ઇન્ડિયાની બેસ્ટ સ્કાય ડાઇવિંગ ડેસ્ટિનેશનમાં સામેલ કરવામાં આવી છે. 10000 ફૂટથી 45 મિનિટની ટેંડેમ જંપને તમે લાઇફટાઇમ યાદ રહી શકે છે.
ગુજરાત, ડીસા
તમને જાણીને હેરાની થશે પરંતુ ગુજરાતના ડીસા શહેરમાં સ્કાય ડાઇવિંગની મજા લઇ શકો છો. અંહી ગુજરાતના સ્પોર્ટ્સ ઓથોરિટી અને ઇન્ડિય પેરાશૂટિંગ ફેડરેશન દ્વારા પણ સ્કાય ડાયવિંગ કેમ્પ લગાવાય છે.
પોંડિચેરી
ભારતના આ સુંદર હિલ સ્ટેશનમાં પણ તમે સ્કાય ડાયવિંગની પૂરી મજા લઇ શકો છો. એડવેન્ચર પસંદ કરનારાઓ માટે આ બિલકુલ પરફેક્ટ ઓપ્શન છે. અંહી તમને સ્ટેટિક. ટેન્ડમ અને એક્સીલિરેડેટ દરેક પ્રકારના જમ્પસના ઓપ્શન મળશે.