‘કિન્નરગીરી’ને ‘ગંભીર’તાથી લઇ રહ્યો છે ગૌતમ

મુંબઇ તા.15
આવું પહેલીવાર બની રહ્યું છે જ્યારે કોઇ ક્રિકેટરે કિન્નરોના સન્માનને મહત્વ આપ્યું છે. આ ઉપરાંત કિન્નર વેશભૂષામાં પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કહી હોય. જી હા અમે વાત કરી રહ્યાં છીએ ગૌતમ ગંભીરની.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસ્વીરમાં ગૌતમ ગંભીર મહિલાના વેશમાં જોવા મળ્યો છે. ગૌતમ ગંભીરે માથા પર બિંદી અને દુપટ્ટો ઓઢ્યો છે. ગૌતમ ગંભીરે મહિલાનો વેશ ધારણ કર્યો તેની પાછળ પણ એક કારણ રહેલુ છે. ગંભીર હિજડા હબ્બાના સાતમાં એડિશનમાં હાજરી આપવા માટે પહોંચ્યો હતો. જ્યા તેનું મહિલાના વેશમાં સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ પહેલા પણ ગૌતમ ગંભીર ટ્રાન્સજેન્ડરોના કાર્યક્રમાં પણ હાજરી આપી ચૂક્યો છે.
હાલ ગંભીરની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની છે. વાત એમ છે કે આ તસવીરોમાં તે પોતાના કપાળે ચાંદલો અને દુપટ્ટો ઓઢીને કંઇક નવા જ અવતારમાં જોવા મળી રહ્યાં છે. પહેલાં તો લોકો ગંભીરને આ રૂપમાં જોઇને ચોંકી ઉઠ્યાં પરંતુ જ્યારે હકીકત સામે આવી ત્યારે લોકો તેમની પ્રશંસા કરતાં થાકતાં નથી.
હકીકતમાં ગૌતમ કિન્નર સમાજ પ્રત્યે પોતાનો ટેકો જાહેર કરી રહ્યાં છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ તેઓ તાજેતરમાં જ કિન્નર સમાજના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતાં. જ્યારે ગંભીર આ કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે કિન્નરોએ તેમને તેમની વેશભૂષા અનુસાર તૈયાર થવામાં મદદ કરી અને તેમની આ તસવીર ચર્ચાનો વિષય બની ગઇ. ગંભીરનું માનવું છે કે કિન્નર સન્માનના હકદાર છે.