સ્માર્ટવોચ: વક્ત સે પહેલે ઔર કલ્પના સે જ્યાદા

  • સ્માર્ટવોચ: વક્ત  સે પહેલે ઔર  કલ્પના સે જ્યાદા

મુંબઇ તા,15
મોટી ડિસ્પ્લેવાળી આાહયની નવી સ્માર્ટવોચ લોન્ચ થઇ છે. આ સ્માર્ટવોચની ડિઝાઇન નવી છે તેની સ્ક્રીન પણ પહેલા કરતા મોટી બનાવવામાં આવી છે. જૂના મોડલની સરખામણીમાં તેનું બેજલ્સ પાતળુ છે. હાઈલાટ્સની વાત કરીએ તો સિરામિક બીલ્ડ, ઓપ્ટીકલ હાર્ટ સેન્સર, સ્વીમપ્રુફ કેપેબીલીટીનો સમાવેશ થાય છે. સીઈઓએ દાવો કર્યો છે કે આ વોચ દુનીયામાં સૌથી વધુ વેચાણ થાય છે. કંપની તેના સ્માર્ટવોચમાં કનેક્ટીવિટી, ફીટનેસ અને હેલ્થ પર ધ્યાન કેન્દ્રીત કરીને કરવામાં આવી છે. આાહયની નવી સ્માર્ટવોચની કિંમત જીપીએસ અને નોન સેલ્યુલર મોડલની 28,700 રૂપિયા છે તો જીપીએસ અને નોન સેલ્યુલર બંને હોય તે મોડલની કિંમત 35,900 રૂપિયા છે. એપલ વોચ સિરિઝ 4ના પ્રી ઓર્ડરની શરૂઆત 14 સપ્ટેમ્બરથી શરૂ થશે, તેનું વેચાણ 21 સપ્ટેમ્બરથી શરૂ થશે.   સિરિઝ-4માં ગયા મોડલની તુલનામાં 30 ટકા મોટુ ડિસ્પ્લે આપવામાં આવ્યુ છે. હવે તે 40 એમએમ અને 44 એમએમની ડિસ્પ્લેમાં મળશે.
આ સ્માર્ટવોચ સ્વીમપ્રૂફ તેમજ ઓપ્ટીકલ હાર્ટ રેટ સેન્સર તેમજ બ્લુટૂથ આપવામાં આવ્યો છે. વોચ સિરિઝ 4 મોટા ડિસ્પ્લે સાથે યુઆઈ સાથે લેટેસ્ટ વોચ ઓએસ-5થી સજ્જ છે.