‘સંજુ’માં થઇ ‘ડાયરેક્ટ’ ફેવર

 નિર્દેશક રાજકુમાર હિરાનીએ ખુદે કર્યો એકરાર
નવી દિલ્હી તા.15
આ વર્ષે નિર્દેશક રાજકુમાર હિરાનીની ફિલ્મ સંજૂએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. સંજય દત્તની જીંદગી પર બનેલી આ ફિલ્મમાં રણબીર કપૂરે સંજૂને હૂ-બ-હૂ પડદા પર ઉતારી હતી. પરંતુ રિલીઝ બાદ જ નિર્દેશક હિરાની પર આ ફિલ્મમાં સંજય દત્તને તેમના બધા માટે ક્લિન ચિટ આપવા અને તેમના માટે સહાનૂભૂતિ ઉભી કરવાનો પ્રયત્ન કરવા જેવા આરોપ લાગ્યા હતા. એવામાં હવે પોતે નિર્દેશક હિરાનીએ આ ખુલાસો કર્યો છે કે હા, તેમણે પોતાની ફિલ્મમાં સંજય દત્તને સારા દેખાડવા માટે કેટલાક સીન ઉમેર્યા હતા. ન્યૂઝ એજન્સી ભાષાના અનુસાર ફિલ્મકાર રાજકુમાર હિરાનીએ ખુલાસો કર્યો છે કે અભિનેતા સંજય દત્ત પર આધારિત ફિલ્મ સંજૂમાં વધારાનો ભાગ ઉમેરવામાં આવ્યો જેથી લોકોમાં તેમના પ્રત્યે ફેલાયેલી નફરતની ભાવનાને સહાનૂભૂતિમાં બદલી શકાય. હિરાનીએ જણાવ્યું કે શરૂઆતી એડિટેફિલ્મમાં અભિનેતાની કહાની હૂ-બ-હૂ બતાવવામાં આવી હતી અને તેને લોકોએ પસંદ ન કરી. તેમણે કહ્યું કે શૂટિંગ દરમિયાન લાગ્યું હું શું કરી રહ્યો છું, હું ખોટી દીશામાં જઇ રહ્યો છું. હકિકતમાં જ્યારે પહેલી એડિશન તૈયાર થઇ અને લોકો માટે એક સ્ક્રીનિંગ રાખી તો તેમને પસંદ ન આવી.
તેમણે કહ્યું કે તે આ વ્યક્તિને પસંદ કરતા નથી અને તે તેને જોવા માંગતા નથી.