સોનાલી ‘ભાવૂક’ યાદ આવ્યો ગણેશોત્સવ

ન્યૂયોર્ક તા.15
મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં ગણેશોત્સવની ધૂમ છે. સામાન્ય લોકોથી માંડીને સેલિબ્રિટીઝ પણ બાપ્પાની ભક્તિના રંગે રંગાયા છે. એવામાં પોતાના ઘરથી દૂર ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવી રહેલી સોનાલીને મુંબઇ યાદ આવ્યું. સોનાલીને ઇન્સ્ટાગ્રામ પર પતિ ગોલ્ડી બેહલ અને દીકરા રણવીરની ગણેશોત્સવની તસવીર શેર કરી છે. સોનાલીએ તસવીર શેર કરતા લખ્યું કે, "ગણેશ ચતુર્થીનો તહેવાર હંમેશા મારા દિલની નજીક રહ્યો છે. આ વર્ષે મારા ઘરે થનારા ગણેશ ચતુર્થીના સેલિબ્રેશનને ખૂબ મિસ કરું છું. પરંતુ હું ખુશ છું. ગણપતિના આશીર્વાદ બધાને મળે અને સૌ ખુશ રહે. જુલાઇમાં સોનાલીએ પોતાને કેન્સર હોવાનો ખુલાસો કર્યો હતો. સોનાલીએ કહ્યું હતું કે, આ કપરા સમયમાં તેનો દીકરો રણવીર તેની સૌથી મોટી તાકાત બન્યો છે. સોનાલી ન્યૂયોર્કથી પોતાની તસવીરો શેર કરતી રહે છે. થોડા સમય પહેલા શેર કરેલી તસવીરમાં સોનાલીનો બાલ્ડ લૂક જોવા મળ્યો હતો. કીમોથેરપીના કારણે સોનાલીના વાળ ઉતરી ગયા છે.
સોનાલીને લાસ્ટ સ્ટેજ મેટાસ્ટેટિક કેન્સર ડાયગ્નોસ થયું છે. મેટાસ્ટેટિક કેન્સર એવું કેન્સર છે જે શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી ફેલાય છે. સારવાર માટે ન્યૂયોર્ક ગઇ તે પહેલા સુધી સોનાલી એક રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળતી હતી.