102 વર્ષના દાદીમાએ દૌડમાં જીત્યો વર્લ્ડ મેડલ!

નવીદિલ્હી તા.15
પંજાબના 102 વર્ષના મન કૌરે વર્લ્ડ એથલીટ ચેમ્પિયનશિપની 200મી દોડની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે સ્પેનમાં આયોજિત વર્લ્ડ માસ્ટર્સ એથલીટ ચેમ્પિયનશિપમાં આ સિદ્ધિ મેળવી છે. આટલી ઉંમરે પણ ગોલ્ડ મેડલ જીતવાના કારણે તેઓ શુક્રવારે ટ્વિટર પર છવાઈ ગયાં છે અને લોકો ટ્વિટ કરીને તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.
મન કોરે આ સ્પર્ધા 3 મિનિટ અને 14 સેક્ધડમાં પુરી કરી
હતી. મોડલ, અભિનેતા અને એથલીટ મિલિંદ સોમણે પણ તેમની આ સફળતા પર વિશેષ ટ્વિટ કરી હતી. શુક્રવારે સોશિયલ મીડિયા દાદી મન કૌર પર ઓળઘોળ વારી ગયું છે.