અપૂર્વી અને રવિએ ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો

  • અપૂર્વી અને રવિએ ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો
  • અપૂર્વી અને રવિએ ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો


જાકાર્તા: અપૂર્વી ચંદેલા અને રવિકુમારની જોડીએ એર રાઇફલ મિક્સ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી આ એશિયન ગેમ્સમાં ભારતનું ખાતું ખોલાવ્યું હતું. ક્વાલેફિકેશનમાં ભારતીય જોડી બીજા સ્થાને રહી જ્યારે ફાઇનલ્સમાં શરૂઆતમાં આ જોડી આગળ ચાલી રહી હતી પરંતુ તે પછી પાછળ રહ્યા બાદ વાપસી કરતાં ત્રીજા સ્થાને રહી હતી. 10 મીટર એર રાઇફલમાં શરૂઆતમાં ચાઇનીઝ તાઇપેઈ અને ભારત વચ્ચે ટક્કર જોવા મળી હતી. ભારતીય ટીમ 308.5 પોઇન્ટ સાથે બીજા અને ચાઇનીઝ તાઇપેઈ 310.2 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને ચાલી રહી હતી. ચીન ત્રીજા સ્થાને હતી પરંતુ ભારતીય ટીમ પોતાની લીડ જાળવી શકી નહોતી અને ત્રીજા સ્થાને ધકેલાઈ ગઈ હતી. ભારતીય ટીમ કુલ 429.9 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહી હતી. ચાઇનીઝ તાઇપેએ એશિયન ગેમ્સનો રેકોર્ડ બનાવતાં 494.1ના સ્કોર સાથે ગોલ્ડ અને 492.5 પોઇન્ટ સાથે ચીને સિલ્વર મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર મનુ ભાકર અને અભિષેક વર્માની જોડીનો એશિયન ગેમ્સમાં શૂટિંગ સ્પર્ધાના પ્રથમ દિવસે ખરાબ પ્રારંભ થયો હતો. ભારતીય જોડી 10 મીટર એર પિસ્ટલની મિક્સ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં સ્થાન બનાવી શકી નહોતી. 16 વર્ષીય મનુ ભાકર અને અભિષેકની જોડીએ કુલ 759નો સ્કોર કર્યો હતો. મનુએ 94,93,97,94ના સ્કોર સાથે 378 પોઇન્ટ મેળવ્યા હતા જ્યારે અભિષેકે 95,94,95, 97નો સ્કોર કર્યો હતો.
બંનેએ ટીમ ક્વોલિફિકેશનમાં કુલ 189, 187, 192, 191નો સ્કોર કર્યો પરંતુ ફાઇનલમાં ક્વોલિફાઇ થઈ શક્યા નહોતા.