ઇંગ્લેન્ડ બેકફૂટ પર: ભારતને 292 રનની લીડ

  • ઇંગ્લેન્ડ બેકફૂટ પર: ભારતને 292 રનની લીડ

નોટિંગહામ તા,20
ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતની પહેલી ઈનિંગ 329 રન પર સમેટાઈ હતી. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 161 રન પર જ પેવેલિયન ભેગી થઈ ગઈ. જોસ બટલરે સૌથી વધુ 39 રન કર્યા. હાર્દિક પંડ્યાએ 28 રન આપીને 5 વિકેટ ઝડપી. ઈશાંત શર્મા અને જસપ્રીત બુમરાહે બે-બે વિકેટ મેળવી. મોહમ્મદ શમીને એક સફળતા મળી. પંડ્યાએ તેની કારકિર્દીમાં પહેલી વખત ઈનિંગમાં 5 વિકેટ ઝડપી છે. ભારતે બીજા દાવની સફળ શરૂઆત કરી અને બીજા દિવસના અંત સુધીમાં 2 વિકેટ ગુમાવીને 124 રન કર્યા હતા. પુજારા 33 અને કોહલી 8 રને રમતમાં હતા. ભારતે 292 રનની લીડ મેળવી છે. શ્રેણીના પ્રથમ બે મેચ ગુમાવી જબરદસ્ત દબાણ હેઠળ આવી ગયેલી ટીમ ઈન્ડિયાએ ત્રીજા ટેસ્ટમાં પહેલા બેટીંગમાં તથા ત્યારબાદ બોલિંગમાં પણ સુંદર પ્રદર્શન કરી મેચ પર પોતાની પકડ જમાવી લીધી છે. હજુ ત્રણ દિવસની રમત બાકી છે. ભારત બીજા દાવમાં વધુમાં વધુ રન બનાવી શકય તેટલી વધારે લીડ મેળવવાનો પ્રયાસ કરશે તેમ સમજાય છે.
ઇંગ્લેન્ડમાં નોટિંગહામ ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમેચના પહેલા દાવમાં હાર્દિક પંડ્યાની તોફાની બોલિંગ સામે ઇંગ્લેન્ડે ઘુંટણ ટેકવી દીધાં હતા. 10 વિકેટના ભોગે ઈગ્લેન્ડે માત્ર 161 રન બનાવ્યા હતા. ભારતને પ્રથમ દાવમાં 168 રનની લીડ મળી છે. ભારત તરફથી રમતમાં હાર્દિક પંડ્યાએ 5 વિકેટ ઝડપી હતી. જસ્મીને 2 વિકેટે ઝડપી હતી. ઈશાંત શર્માએ 2 વિકેટ ઝડપી હતી. મહેમદ સામીએ એક વિકેટ ઝડપીને ઈગ્લેન્ડની ટીમને પેવેલિયન ભેગી કરી દીધી હતી. હાર્દિક પંડ્યાએ 6 ઓવર ફેંકી હતી. જેમાં 1 મેડઈન ઓવર ફેંકી હતી. તેણે 28 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. બોલિંગમાં ભારતે અદભૂત પ્રદર્શનનો પરચો આપ્યો હતો.એલિસ્ટર કૂક અને જેનિંગ્સે પ્રથમ વિકેટ માટે 54 રનની ભાગીદારી નોધાવી શાનદાર શરૂઆત અપાવી હતી. એલિસ્ટર કૂક 29 રને ઇશાંત શર્માનો અને જેનિંગ્સ 20 રને બુમરાહનો શિકાર બન્યો હતો. બને ઉપરા-ઉપર આઉટ થયા હતા. મિડલ ઓર્ડરમાં પોપ (10), રુટ (16), બેરિસ્ટો (15), સ્ટોક્સ (10) અને વોક્સ (8) જલ્દી આઉટ થતા ઇંગ્લેન્ડે 118 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધારે 5 વિકેટ ઝડપી છે.આ પહેલા ભારત ત્રીજી ટેસ્ટના બીજા દિવસે 329 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધારે 97 રન બનાવ્યા હતા. અજિંક્ય રહાણેએ 81 રન બનાવ્યા હતા. વિરાટ અને રહાણે વચ્ચે ચોથી વિકેટ માટે 159 રનની ભાગીદારી નોધાઈ હતી. ઇંગ્લેન્ડ તરફથી એન્ડરસન, બ્રોડ અને વોક્સે 3-3 વિકેટ ઝડપી હતી.