વિકલાંગ માટેની નેશનલ સ્વિમિંગ કોમ્પિટિશનમાં રાજકોટે મેદાન માર્યું

  • વિકલાંગ માટેની નેશનલ સ્વિમિંગ કોમ્પિટિશનમાં રાજકોટે મેદાન માર્યું
  • વિકલાંગ માટેની નેશનલ સ્વિમિંગ કોમ્પિટિશનમાં રાજકોટે મેદાન માર્યું

રાજકોટ, તા.29
ભારત સરકારનાં રમત-ગમ્મત મંત્રાલય સંલગ્ન સ્પેશિયલ ઓલ્મિપિક સમિતિ અને રોટરી ક્લબ દ્વારા તાજેતરમાં પૂના ખાતે યોજાયેલ વિકલાંગો માટેની રાષ્ટ્રીય સ્તરની તરણ સ્પર્ધા યોજાઇ હતી.
આ સ્વિમિંગ કોમ્પીટીશનમાં રાજકોટનાં બે બાળકોએ મેદાન મારીને ગોલ્ડ મેડલ મેળવી રાજકોટને ગૌરવ અપાવ્યું છે.
કાલાવડ રોડ પર આવેલા સ્વિમિંગ પૂલમાં તાલીમ મેળવી સ્વીમિંગમાં પારંગત બનેલા મંત્ર જીતેન્દ્રભાઇ હરખાણી અને નીતી રાઠોડે અલગ-અલગ ઝોનમાં ગોલ્ડ મેડલ મેળવ્યા હતાં. બંને શારિરિક
રીતે વિકલાંગ છે પરંતુ કોચ વિપુલ ભટ્ટની તાલીમથી સ્વીમીંગમાં પારંગત બન્યા છે.