સ્ટ્રેસ મેનેજમેન્ટ એક જટિલ સમસ્યા અને તેને કાબુમાં કરવાના ઉપાયો

  • સ્ટ્રેસ મેનેજમેન્ટ એક જટિલ સમસ્યા અને તેને કાબુમાં કરવાના ઉપાયો
  • સ્ટ્રેસ મેનેજમેન્ટ એક જટિલ સમસ્યા અને તેને કાબુમાં કરવાના ઉપાયો
  • સ્ટ્રેસ મેનેજમેન્ટ એક જટિલ સમસ્યા અને તેને કાબુમાં કરવાના ઉપાયો

વાંચકોને જાણીને નવાઈ લાગશે પરંતુ 10 માથી 8 વ્યક્તિઓ આજે સામાન્ય થી મોડરેટ સ્ટ્રેસ નો શિકાર છે. કહેવાનો તાતપર્ય એટલોજ છે કે સ્ટ્રેસ મા હોવું એ આપણા જીવનમા ખુબજ સામાન્ય થઇ ગયું છે. નાની નાની બાબતો આપણને સ્ટ્રેસ આપતી હોય છે, અને આ સ્ટ્રેસને લીધે ઘણા માઠા પરિણામો આપણે ભોગવતા હોઈયે છીએ. દરેક વ્યક્તિ સ્ટ્રેસ શબ્દથી પરિચિત છે, પરંતુ એના વિષે પૂરતો માહિતગાર નથી. આવામા સ્ટ્રેસ થી ઉદભવતા નકારાત્મક પરિણામો ને કેવી રીતે રોકવા એ સમજવું અત્યંત જરૂરી છે.
સ્ટ્રેસ એટલે શું?
સ્ટ્રેસ એટલે એક એવી મનો:સ્થિતિ જેમાં વ્યક્તિ પોતાના મન ઉપર દબાવ મેહસૂસ કરે અને સતત મુંજવણમા રહે. આવું થવા પાછળના ઘણા કારણો હોઈ શકે પણ મુખ્યત્વે નીચેની પરિસ્થિતિઓ સ્ટ્રેસ માટે જવાબદાર છે. આ મુદ્દાઓ ને ’સ્ટ્રેસર’ પણ કહી શકાય, સ્ટ્રેસર એટલે કે સ્ટ્રેસ આપનાર.
1. આપસી તથા પારીવારિક સંબંધો
2. આર્થિક પરિસ્થિતિ અથવા નાણાકીય વહેવાર 
3. ઇચ્છિત કામ ન મળવું અથવા ઈચ્છીત આવક ન મળવી 
4. વધુ પ્રાપ્ત કરી લેવાની ઘેલછા.
5. એક-બીજા ની ઈર્ષા અથવા દેખા-દેખી 
6. ક્ષમતા બહારનું કાર્ય કરવું
7. વધુ પડતી ચીવટ વાળું કામ કરવું અથવા ચીવટ પૂર્વક કામ થાય તેવી અપેક્ષા રાખવી 
8. ટૂંકાગાળા ના લાભ ને ધ્યાન મા રાખી ખોટા નિર્ણયો લેવા 
9. કોઈ ને એવું પ્રોમિસ કરવું જે ક્યારેય પૂરું નથી થઇ શકવાનું 
ઉપરોક્ત સ્ટ્રેસર્સ ને નિયંત્રિત કરવા માટે વ્યક્તિએ પ્રયાસ કરવા પડે અને એક વ્યવસ્થિત યોજના અનુસાર કામ કરવું પડે. ઘણા લોકોની એવી ફરિયાદ છે કે તેઓ કોઈ પણ વ્યક્તિ ને "ના" નથી કહી શકતા, એટલે કે કોઈ પણ કામ એમને સોંપવામાં આવે તો તેઓ ના પાડતા અચકાય છે. અથવા તો શરમ અને સંકોચ ને લીધે સામી વ્યક્તિને ના નથી પાડી શકતા. સ્ટ્રેસ નું બીજું મુખ્ય કારણ છે સમય રહેતા "ના" પાડતા ન આવડવું. આ ઉપરાંત ટાઈમ મેનેજમેન્ટ નો સદન્તર અભાવ કે જેના લીધે વ્યક્તિ કોઈ કાર્ય સમયસર પૂર્ણ કરી ન શકે અને સ્ટ્રેસ આવે. તદ્દઉપરાંત વર્ક પ્લેસ સ્ટ્રેસ એટલે કે કાર્ય ના સ્થળે આવતું સ્ટ્રેસ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓકયુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ ના સર્વે મુજબ 40% થી વધુ વર્કર્સ નું કેહવું છે કે તેઓ ખુબ જ હેવી સ્ટ્રેસફૂલ પરિસ્થિતિ માં કામ કરી રહ્યા છે. અન્ય એક સર્વેક્ષણ મુજબ આશરે 25% વર્કર્સ નું માનવું છે કે તેમની નોકરી સૌથી વધુ સ્ટ્રેસ આપે છે.
સ્ટ્રેસ ની આપડા ઉપર થતી આડ-અસરો અને હેલ્થ ઇસ્યુ ને સમજશું તો ખ્યાલ આવશે કે આપણે કેટલી ઝડપ થી એક ભયાનક ભવિષ્ય તરફ દોડી રહ્યા છીએ.
સ્ટ્રેસ સાઇકલ :
આખી સાઇકલ ને ટૂંકમા સમજીયે તો ખ્યાલ આવશે કે સ્ટેપ બાઈ સ્ટેપ સ્ટ્રેસ આપણને કેવી રીતે અસર કરે છે. ઘટના ઘટ્યા બાદ તેના વિવિધ અર્થઘટનો કરવા ના ચાલુ થાય અને આપણા મન મુજબ અને સ્વાભાવ મુજબ લાગણી થી આપણે એ ઘટના ને પ્રતિસાદ આપીયે એટલે કે રિસ્પોન્ડ કરીયે, ધીરે ધીરે આપણું શરીર પણ એક પ્રકારે રિસ્પોન્સ આપવા લાગે અને આમ જોતજોતા માં આપણે સ્ટ્રેસ ના શિકાર બની જઇયે છીએ. 
આવો હવે સમજીયે સ્ટ્રેસ ને નિયન્ત્રિત કરવાની કેટલીક 
અકસીર તરકીબો:
* કોઈપણ કાર્ય ને સમયસર પૂર્ણ કરો અને ત્યાં સુધી અન્ય કાર્ય હાથ પર ન લેવું
* કોઈ પણ ઘટના ઘટ્યા બાદ તેનું પૃથકરણ કરવા ને બદલે પહેલાથી જ સાવચેતી વર્તવી 
* દરેક વાતને લાગણીના દ્રષ્ટિકોણથી જોવા ને બદલે વાસ્તવિકતા ના દ્રષ્ટિકોણ થી સમજવી 
* યાદ રાખો દરેક વ્યક્તિ અમુક ચોક્કસ કામ માટે સર્જાયેલો છે, અને ખોટી બરાબરી માં ઉતરશો નહિ
* સમય જતો રહ્યા બાદ દરેક પરિણામ ની તીવ્રતા ઓછી થઇ જતી હોય, કોઈપણ રિસ્પોન્સ આપતા પહેલા સમય પસાર થઇ જવા દેવો
* નિયમિત કસરત કરો અને મેડિટેશન કરો 
* જેટલું છે તેટલા માં ખુશ થવાનું રાખો
ખુબ જ વિકટ પરંતુ અત્યંત જરૂરી એવું: 
‘લર્ન ટુ સે નો’ એટલે કે "ના પાડતા શીખો !
એક સામાન્ય અભિપ્રાય મુજબ મોટાભાગ ના લોકોની એવી ફરિયાદ છે કે તેઓ કોઈપણ કામ માટે કે કોઈપણ વ્યક્તિ ને ના નથી પડી શકતા, જેમ કે ઉદાહરણ તરીકે તમે કોઈ એક કામ માં વ્યસ્ત છો અને તમારો અંગત મિત્ર કે બોસ કઈ કામ સોંપે છે તો તમે તમારું કામ મૂકી ને તેઓ નું કામ હાથ પર લઇ લેશો. અહીં એવું સમજવા નો પ્રયાસ થઇ રહ્યો છે કે તમારું કામ અગત્યનું જ છે માટે એ કામ પેહલા પૂર્ણ કાર્ય બાદ જ તમારા મિત્ર ના કામ ને હાથ પર લઇ શકાય. અન્ય એક ઉદાહરણ મુજબ, તમને અમુક વહેવાર નથી કરવો પરંતુ સામાજિક કે પારિવારિક દબાણ ને વશ થઇ ને તમારે એ વહેવાર કરવો પડે તો ખુબજ આત્મવિશ્વાસ અને અસિર્ટીવનેસ સ્કિલ સાથે તેવા વહેવાર માં ભાગ લેવા ની ના પાડીદો.
ના પાડવા માટે ની "સેન્ડવીચ ટેક્નિક !
ધારોકે તમે કોઈ કામ માં વ્યસ્તછો અને તમારો સાથી-કર્મચારી તમને ચાહ-કોફી પીવા માટે બોલાવે છે તો તમે કેવી રીતે તેને ના પાડશો?
"ઓહ ! ચાહ-કોફી નો વિચાર સરસ છે" -- (સકારાત્મક પ્રતિસાદ) 
પરંતુ હું મારુ આ અગત્યનું કામ પૂરું કરી લઉં -- (ના પાડવી) 
કાલે ચા-કોફી માટે જઇયે તો વધુ સારું રહેશે -- (સકારાત્મકતા થી વાત ને પુરી કરવી)
કોઈ વ્યક્તિ તમને કઈ પણ પ્રપોઝ કરેછે અને તમારે એ સ્વીકાર નથી કરવું તો તરત ના પાડવા ને બદલે આ સેન્ડવીચ પદ્ધતિ નો ઉપયોગ કરવાથી સમ્બન્ધો જળવાય રહે છે અને તમને સ્ટ્રેસ પણ નહિ આવે. સ્ટ્રેસ દૂર કરવાની ખાસ ટિપ્સ:
1. કોઈપણ કામ નું યોગ્ય પ્લાનિંગ કરો અને સમયસર પૂર્ણ કરો 
2. કોઈપણ નાણાકીય વહેવાર કરતા પહેલા પૂરતી ખાતરી અને જરૂરી કાગળ ની કાર્યવાહી કરી લો
3. લાગણીશીલ થઇ ને રિસ્પોન્સ આપવાને બદલે બુદ્ધિ-તર્ક થી રિસ્પોન્સ આપો 
4. અન્યની દેખા-દેખી ટાળો અને તમારા કામ માં ફોકસ રાખો 
5. નિયમિત પ્રાણાયામ, મેડિટેશન અને યોગ અભ્યાસ કરવાનું રાખો 
6. "ના પડતા શીખો