દર્શકોમાં અપૂર્વ આવકાર પામેલા હું આત્મકથા છું, પ્રયોગનો 16મી ઓગસ્ટે રાજકોટમાં શો

  • દર્શકોમાં અપૂર્વ આવકાર પામેલા હું આત્મકથા છું, પ્રયોગનો 16મી ઓગસ્ટે રાજકોટમાં શો

રાજકોટ તા.11
રાજકોટના કલાકાર-કસબીઓ દ્વારા તૈયાર થયેલા નાટ્યરૂપ પ્રયોગ હું આત્મકથા છુંનો પ્રથમ શો 7મી જુલાઇએ રાજકોટમાં યોજાયા બાદ ટૂંકા ગાળામાં જામનગરમાં પણ એ પ્રયોગને સુંદર સફળતા મળી હતી અને હવે ફરી રાજકોટમાં તા.16મી ઓગસ્ટ, ગુરૂવારે આ શો યોજાશે. આ ત્રીજા શો માટે સરગમ કલબનો સહયોગ પ્રાપ્ત થયો છે. કાર્યક્રમ માટે પ્રવેશપત્રનું વિતરણ શનિવાર સાંજથી શરૂ થશે. નિમંત્રિતો ઉપરાંત ભાવકો, ભાષાપ્રેમીઓ પણ એ માણી શકશે.
7મી જુલાઇએ આ પ્રયોગ હેમુ ગઢવી મિનિ હોલમાં થયો ત્યારે 250 દર્શકોની ક્ષમતા વાળા એ હોલમાં લગભગ 425 લોકોએ આ કાર્યક્રમ માણ્યોે હતો. તો 150થી વધારે દર્શકોએ પર જવું પડ્યું હતું. એ પછી સોશ્યિલ મીડિયામાં સતત ચર્ચા થતી હતી. રાજકોટના વર્તમાનપત્રોએ પણ આ શોના પ્રચાર-પ્રસાર માટે સુંદર સહયોગ આપ્યો છે. ગુજરાતના સાક્ષર નરોત્તમ પલાણ, કલામર્મજ્ઞ અને અર્થશાસ્ત્ર્ી ડો.કે.કે.ખખ્ખર પણ એને વખાણી ચૂક્યા છે. સૌરાષ્ટ્રના કલાજગતે આ પ્રયોગની સુંદર નોંધ લીધી છે ત્યારે દર્શકોની સતત માંગણીને ધ્યાને રાખીને ત્રીજો પ્રયોગ 16 ઓગસ્ટ યોજાશે. કોઇ સંસ્થા કોઇ બેનર વગર કલાકારોએ પોતે જ આ પ્રયોગ કર્યો છે. અને પ્રથમ વખત તો મંચન પણ એમ ન કર્યું હતું. એ દિવસે દર્શકોનો મિજાજ જોઇને સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ પોતાની સંસ્થા આ આયોજન કરશે એવું કહ્યું હતું.
16 ઓગસ્ટે યોજાનારા આ શોમાં પણ નર્મદ, મણિલાલ નભુભાઇ દ્વિવેદી:, ક.મા.મુનશી, ગાંધીજી અને ચંદ્રકાન્ત બક્ષીની આત્મકથાના અંશનું મંચન કરાશે. દરેક પાત્રને અનુરૂપ સંગીત, ઓડિયો-વિઝ્યુઅલ ઇફેક્ટ, એલઇડી સ્ક્રીન પર વિવિધ દ્રષ્યો, પ્રકાશ આયોજનથી આ આખી કૃતિ માણવા લાયક બની છે. પ્રથમ પ્રયોગની સરખામણીમાં આ શોમાં કસ્તુરબાનુોં પાત્ર ઉપરાંત કેટલાક નવા પ્રસંગ ઉમેરાયા છે. હું આત્મકથાનું લેખન, પરિકલ્પન, સંકલન અને સંશોધન ચિત્રલેખાના પત્રકાર-લેખક જવલંત છાયાનું છે. દિગ્દર્શન જાણીતા કલાકાર રક્ષિત વસાવડાએ કર્યું છે. આત્મકથાના રૂપમાં દર્શકોની દાદ કાનન છાયાએ મેળવી છે. ઉપરાંત રાજકોટના નિવડેલા કલાકાર હર્ષિત ઢેબર, હિતાર્થ ભટ્ટ, દેવર્શ ત્રિવેદી, ક્રિશ્ર્નાા પટેલ પણ અભિનય કરી રહ્યાં છે. મંચરચના કલાનિર્દેશન કૈયુર અંજારિયાએ કરી છે. પ્રકાશ, ધ્વની સંચાલન ચેતન ટાંક, ચેતસ ઓઝા અને બિરદ છાયા સંભાળશે. નેપથ્ય અને નિર્માણ સંચાલનમાં જલ્પા છાયા સહાય કરી રહ્યા છે. આ ત્રીજા શોને ટી પોસ્ટનો સહયોગ પણ સાંપડ્યો છે. પ્રચાર-પ્રસારની વ્યવસ્થા સેવન-સેન્સ ક્ધસેપ્ટ્સ સંભાળી બહ્યું છે. કાર્યક્રમ માણવા માટે રાજકોટના ભાષાપ્રેમી ભાવકોને સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા અને મંત્રી મૌલેશભાઇ પટેલે નિમંત્રણ આપ્યું છે.