મહિલા સશક્તિકરણ ઉજવણી અંતર્ગત સેમિનાર અને મહિલાઓની બેન્ડ સાથે રેલી યોજાશે

  • મહિલા સશક્તિકરણ ઉજવણી અંતર્ગત સેમિનાર અને મહિલાઓની બેન્ડ સાથે રેલી યોજાશે


રાજકોટ તા.11
12 ઓગસ્ટ રવિવારના રોજ મહિલા સશક્તિકરણ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં પોલીસ હેડ ક્વાટર ખાતે મહિલા સુરક્ષા સંબંધે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે તે ઉપરાંત સાંજે હેડ ક્વાટરથી રેસકોર્સ રિંગ રોડ ફરતે 600 મહિલાઓ દ્વારા બેન્ડ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં જેસીપી સિદ્ધાર્થ ખત્રી, ડીસીપી ઝોન 1 રવિકુમાર શૈની , ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ જવાનો પણ ઉપસ્થિત રહેશે.