રણછોડવાડીમાં તબીબની કારના કાચ તોડી નુકશાન કરતી ટોળકીને પકડવા માંગ

  • રણછોડવાડીમાં તબીબની કારના કાચ તોડી નુકશાન કરતી ટોળકીને પકડવા માંગ


રાજકોટ, તા.11
રાજકોટ શહેરના કુવાડવા રોડ પર રણછોડવાડીમાં રહેતા અને તબીબ તરીકે વ્યવસાય કરતા સ્નેહાલીબેન હિરપરાની ઘર બહાર પાર્ક કરેલ કારના 20 દિવસમાં બે વખત તારીખ 22 જુલાઈના રોજ અને 2 ઓગસ્ટના રોજ અજાણ્યા શખ્સોએ કાચ ફોડી 23 હજારનું નુકશાન કર્યું હોય આ અંગે અરજી આપી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં નહિ લેવામાં આવતા આ તરખાટ મચાવતા આવારા તત્વોને તાકીદે પકડી કાયદાનું ભાન કરાવવાની માંગ સાથે અરજી કરવામાં આવી છે.