પિતા સાથે અનૈતિક સબંધ હોવાની શંકાએ પુત્રોએ મહિલાને માર મારતા એસીડ પીધુ

  • પિતા સાથે અનૈતિક સબંધ હોવાની શંકાએ પુત્રોએ મહિલાને માર મારતા એસીડ પીધુ

રાજકોટ તા,11
કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી ઋષિ પ્રસાદ સોસાયટીની મહિલાને કારખાનેદાર સાથે અનૈતિક સંબંધ હોવાની અને રૂા.8થી 10 લાખ આપ્યા હોવાની શંકાએ કારખાનેદારના સંતાનોએ માર મારતા મહિલાએ એસિડ પી લીધુ હતું. મહિલાને બેશુધ્ધ હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઋષિનગરમાં રહેતી અને સોરઠિયાવાડી વિસ્તારમાં આવેલા ગેલમાં ઈન્ડસ્ટ્રીઝમાં મજુરી કામ કરતા સોનલબેન હીરાભાઈ સરવૈયા (ઉ.42)ને કારખાનેદાર શૈલેષભાઈ મેઘાણી સાથે આડા સબંધ હોવાની અને શૈલેષભાઈએ સોનલબેનને રૂા.8થી 10 લાખ આપ્યા હોવાની શંકાએ શૈલેષભાઈના પુત્ર ગૌતમ મેઘાણી, પુત્ર અંકીત મેઘાણી અને ધારા મેઘાણીએ માર માર્યો હતો. આ અંગે મહિલાને માઢુ લાગી આવતા તેણીએ એસિડ પી લેતા તેણીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાથમિક પુછતાછમાં શ્રમિક મહિલા તેના પતિ સાથે રહે છે અને ત્રણેક વર્ષ પહેલા ઋષિ પ્રસાદ સોસાયટીમાં મકાન ખરીદ્યુ હતું. તે દરમિયાન કારખાના માલીક શૈલેષભાઈ મેઘાણીએ રૂા.8થી 10 લાખ વાપરી નાખ્યા હતા. જે બાબતે કારખાનેદાર પિતાને શ્રમિક મહિલા સાથે આડા સંબંધ હોવાની અને શ્રમિક મહિલાને રૂપિયા આપ્યા હોવાથી મકાન ખરીદ કર્યું હોવાની શંકાએ સંતાનોએ માર માર્યો હતો. મહિલાને માર માર્યા બાદ મહિલા સાથે શ્રમિક મજુલાબેન સાથે પોપટપરામાં ચાલ્યા ગયા હતા. આ અંગે પતિ હીરાભાઈને જાણ થતા તેઓ પોપટપરામાંથી પોતાના ઘરે તેડી આવ્યા હતા. મહિલા ખોટા આરોપ બાદ બદનામ થશે તેવું લાગતા તેણીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.