ત્રંબામાં બે દિવસમાં ચોરીનો બીજો બનાવ બે ઘરમાંથી 10 હજાર રોકડા અને બે મોબાઈલની ઉઠાંતરી

  • ત્રંબામાં બે દિવસમાં ચોરીનો બીજો બનાવ બે ઘરમાંથી 10 હજાર રોકડા અને બે મોબાઈલની ઉઠાંતરી
  • ત્રંબામાં બે દિવસમાં ચોરીનો બીજો બનાવ બે ઘરમાંથી 10 હજાર રોકડા અને બે મોબાઈલની ઉઠાંતરી

રાજકોટ તા.11
રાજકોટ તાલુકાના ત્રંબામાં પોલીસ પેટ્રોલિંગના અભાવે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ વધુ બે મકાનોને નિશાન બનાવી તસ્કરો રોકડ, મોબાઈલ ઉઠાવી જતા પોલીસ ફરીથી ઊંઘતી ઝડપાઇ ગઈ છે.
રાજકોટ ભાવનગર હાઇવે ઉપર આવેલ કસ્તૂરબાધામ ત્રંબામાં બે દિવસમાં ચોરીનો બીજો બનાવ બનતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે ત્રંબાના કલ્યાણ પાકેમા રહેતા અને કાર ચલાવતા શૈલેષ પ્રવીણભાઈ વાઢેર રાત્રે ત્રણ વાગ્યે ઘરે આવ્યા ત્યારે તેમના ઘર પાસે બે શખ્સો ઉભા હતા ગાડીની લાઈટ જોઈ ત્રીજો શખ્સ પણ ઘરની વંડી ટપીને નીકળ્યો હતો અને ત્રિપુટી ભાગી ગઈ હતી અગાસી ઉપર સુતેલી પત્ની કીરણબેનને ફોન કરતા ફોન લાગ્યો ન હતો ઘરમાં તપાસ કરતા તસ્કરો તાડુ તોડીને 5 હજાર રૂપિયા અને એક મોબાઇલ ચોરી ગયાનું જાણવા મળ્યું હતું જયારે 25 વારિયામાં રહેતો અને પાણીપુરીનો ધંધો કરતો જબર સુરૂમાન પ્રજાપતિના ઘરે મહેમાન તરીકે આવેલા સસરા ફળિયામાં સુતા હતા ત્યારે ઓશિકા નીચેથી મોબાઈલ અને 4 હજાર રોકડા ત્રિપુટી ઉઠાવી ગઈ હતી આ અંગે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે તેમજ ચોરીના વધતા જતા બનાવો અટકાવવા લોકમાંગ ઉઠવા પામી છે.