ક્રાઇસ્ટ કોલેજમાં ફી વધારા મુદ્દે ABVPનું હલ્લાબોલ !

  • ક્રાઇસ્ટ કોલેજમાં ફી વધારા મુદ્દે ABVPનું હલ્લાબોલ !
  • ક્રાઇસ્ટ કોલેજમાં ફી વધારા મુદ્દે ABVPનું હલ્લાબોલ !

રાજકોટ તા.11
શહેરની ક્રાઇસ્ટ કોલેજ દ્વારા ફીમાં કરાયેલ વધારાના વિરોધમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખીને કોલેજમાં દેખાવો કરવામાં આવ્યા હતા તથા ડાયરેકટરને આવેદન આપી પાંચ દિવસમાં વધારાની ફી આપવા રજૂઆત કરવામાં આવી હતી. જો પાંચ દિવસમાં ફી પરત નહી અપાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં
આવી છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ક્રાઇસ્ટ કોલેજમાંથી વિદ્યાર્થીઓની આવેલી ફરીયાદ મુજબ આપની કોલેજ દ્વારા આ વર્ષે 1800 થી ર000 નો ફી વધારો કરાયેલ છે. જે વ્યાજબી જણાતો નથી. આ ફી વધારાનો કોલેજ તથા પ્રશાસનનો મનસ્વી નિર્ણય છે. આ ફી વધારેલ તાત્કાલીક ધોરણે પાછો લેવામાં આવે તથા લેવાયેલ વિદ્યાર્થીઓને પરત આપવામાં આવેલ.
તદુપરાંત કોલેજ દ્વારા જે ફી લેવામાં આવે છે. જેવી કે એલ્યુમીની ફી આંતરીક પરીક્ષા ફી સેલીબ્રેશન ફી, કલ્ચરલ ફી, એસ્ટાબ્લીસમેન્ટ ફી, હેન્ડબુક અને આઇડી ફી, લાઇબ્રેરી ફી પબ્લીકેશન ફી તથા સ્પોર્ટસ ફીઓ જેવી વિવિધ ફીઓ લેવામાં આવે છે અને જે ફી જે કાર્ય માટે લેવામાં આવે છે તેનો ઉપયોગ તેજ કાર્ય માટે થવો જોઇએ પરંતુ તેમ થતું જણાતું નથી અને આમાંથી ઘણા પ્રકારની ફીઓ ખોટી લેવાતી હોય તેવું જણાય છે. જેનું કોલેજન પ્રશાસન પાછલા વર્ષોમાં કયા અને કયારે ઉપયોગ કર્યો તેનો ખુલાસો માગીએ છીએ અને જે ફીઓનો ઉપયોગ નથી અને વિદ્યાર્થીઓ માટે ખર્ચાતા નથી. તેવી ફીનો ત્વરીત ધોરણે રદ કરવામાં આવે અને લેવાય ફી વિદ્યાર્થી હિત માટે પરત કરવામાં આવે તેવી એબીવીપી માંગણી કરે છે.
દિન પાંચમાં યોગ્ય નિરાકરણ વિદ્યાર્થી હિતમાં લાવવામાં આવે તેવી વિદ્યાર્થી પરીષદ માંગ કરે છે અને જો નિર્ધારીત સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરીષદ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી આંદોલન કરવામાં આવશે.