તેલની તેજી પાછળ સરકારની અણઆવડત

  • તેલની તેજી પાછળ સરકારની અણઆવડત

રાજકોટ, તા.11
રાજકોટ શહેર કોગ્રેંસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા શહેર કોગ્રેંસ મહામંત્રી સરલાબેન પાટડીયાની સંયુક્ત યાદી મુજબ તા.9 તેલનો ડબ્બો 1450 થી 1460માં મળતો હતો જે આજે 1600 થી 1610માં મળે છે એટલે કે એક માસમાં રૂા.150નો ઉછાળો આવેલ છે. તેલની આગ ઝરતી તેજી પાછળ રાજ્ય સરકાર અને પૂરવઠા મંત્રી જયેશ રાદડીયાની અણ આવડતનું પરિણામ છે. તા.7/8ના ઓઇલ મીલરો સાથે પૂરવઠા મંત્રીએ ભાવોને કાબૂમાં લેવા બેઠક કરી સમિક્ષા કરવા છતાં ભાવો સ્થીર ન થયા કે ન તો ઘટાડો થયો બલ્કી બેકાબૂ લગલગાટ ભાવો વધી જવા પામેલ છે. તો મંત્રીશ્રીએ પોતાની નૈતિક જવાબદારી સ્વીકાર રાજીનામું આપી દેવું જોઇએ.
આગામી દિવસોમાં સાતમ-આઠમના ત્યૌહારો આવે છે ત્યારે દર વર્ષે તહેવારોમાં ભાવો બેકાબૂ બનતા હોય છે અને રાજ્ય સરકાર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી જાય છે. અને બાદમાં સફાળી જાગી ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળા મારવા નિકળે છે. અને નાટકો કરી સંગ્રહખોરો અને કાળા-બજારીયાને છૂટક કેસો કરતી હોય છે. પરંતુ હલામાં તો કૌભાંડો અને ભ્રષ્ટાચારીઓ સાથે સાંઠગાંઠને પગલે બેક ફૂટ પર છે અને ખુદ રાજ્ય સરકારે 6 લાખ મેટ્રીક ટન મગફળીનો જથ્થો સંગ્રહા કરતાં ઓઇલ મીલરોને મગફળી ન મળતાં ભાવો સતત ઉછળતાં જોવા મળે છે.
આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ-1977 હેઠળ પૂરવઠામંત્ર અને રાજ્ય સરકાર પગલાં લેવામાં નિષ્ફળ પૂરવાર થઇ છે. તેલીયા રાજી અને ભ્રષ્ટાચારીઓ સાથે સાંઠગાંઠ ખુલ્લી થઇ છે અને કૌભાંડીઓ સાથે રાજ્ય સરકારની મીલીભગતથી ગુજરાતની 6 કરોડની જનતાને આજે સિંગતેલ દોહ્યલું
બનેલ છે.