કોર્પો.ના વિપક્ષ નેતાપદ માટે કોંગ્રેસમાં ચાર ચોક્કા

  • કોર્પો.ના વિપક્ષ નેતાપદ માટે કોંગ્રેસમાં ચાર ચોક્કા
  • કોર્પો.ના વિપક્ષ નેતાપદ માટે કોંગ્રેસમાં ચાર ચોક્કા
  • કોર્પો.ના વિપક્ષ નેતાપદ માટે કોંગ્રેસમાં ચાર ચોક્કા
  • કોર્પો.ના વિપક્ષ નેતાપદ માટે કોંગ્રેસમાં ચાર ચોક્કા

કુલ પોણો ડઝનમાં બે ભૂતપૂર્વ વિપક્ષ નેતા રાજાણી, ગાયત્રીબાના પણ નામ ; નો-રીપીટ થિયરી અપનાવાય તો કાલરિયા આગળ
કેટલાંક પાટીદાર
કોર્પોરેટરોએ
સાગઠિયાથી
અચાનક છૂટા પડી
નોખો ચોકો રચ્યો રાજકોટ તા,11 રાજકોટ મહાપાલિકામાં વિપક્ષ નેતાપદનું ગૂંચળું સારું એવું ગૂંચવાયું છે. શાસક ભાજપે મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂંક કયારની કરી દીધી છે ત્યારે વિપક્ષ નેતાની મુદ્ત પૂરી થઈ ગઈ હોવા છતાં કોંગ્રેસમાં હજુ પસંદગીના ઠેકાણા નથી. ગઈકાલે આ માટે ફરી સેન્સ લેવાઈ ત્યારે એક-બે નહીંને ત્રણ-ચાર જૂથે પોતપોતાના સૂચિત નામ સાથે તેના સમર્થનમાં રજૂઆત - દલીલો કરી હતી. હવે આ મામલો પુન: પ્રદેશમાં જ ગયો છે અને ત્યાંથી આવતીકાલ સાંજે નામ જાહેર થશે તેવું જાહેર કરાયું છે.
વિપક્ષ નેતાની પસંદગી મામલે હિંમતભાઈ પરમાર, બ્રિજેશભાઈ મેરજા, પ્રવીણભાઈ મારુ અને ભીખુભાઈ વડોતરિયા સેન્સ લેવા આવ્યા હતા. તેમણે સ્થાનિક અગ્રણીઓને જૂથમાં મળવાની ના પાડી દઈ એક એકનીફ વ્યક્તિગત રજૂઆત સાંભળી હતી.ફ
હાલના વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠિયાએ અગાઉ છ નામ રજૂ કર્યા હતા. તેમાંથી બે ઓછા કરીને ચાર વિકલ્પ આગેવાનો સમક્ષ મુકયા હતા. જાગૃતિબેન ડાંગરે પોતે કરેલી કામગીરીની ફાઈલ આરોપીને વ્યક્તિગત પોતાના એકનું નામ આગળ ધર્યું હતું. પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાએ પોતાના સહિત ત્રણ નામ રજૂ કર્યા હતા. આ સિવાય, ગઈકાલ સુધી વશરામભાઈની સાથે રહેલા કેટલાંક પાટીદાર કોર્પોરેટરોએ હવે નોખો ચોકો કર્યો છે અને તેમણે હાલના વિપક્ષ ઉપનેતા મનસુખભાઈ કાલરિયાને પ્રોજેકટ કર્યા છે.
કોંગ્રેસમાંના વિશ્ર્વસ્ત સૂત્રો કહે છે કે જિલ્લા પંચાયતમાં પ્રમુખપદે હાલ કોંગ્રેલના ઓ.બી.સી. મહિલા સદસ્ય હોવાથી એક જ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની બે સંસ્થામાં બે મહત્વના હોદ્દા પર મહિલા ન હોય, અને ઓ.બો.સી. પણ ન હોય અને મુદ્દો ધ્યાને રખાય તેવી શકયતા છે. જો કોંગ્રેસએ જ મુદ્દો વિચારીને નિર્ણય લે તો હાલના પ્રબળ દાવેદાર જાગૃતિબેન ડાંગરનું નામ નીકળી જાય. ઉપરાંત, ‘નો રીપીટ’ થિયરી જો અપનાવાય તો અતુલભાઈ રાજાણી અને ગાયત્રીબા વાઘેલાની પસંદગી પર પણ પૂર્ણવિરામ મુકાઈ જાય. અને તો, એ સંજોગોમાં મનસુખભાઈ કાલરિયાના નામ પર વજન વધી જઈ શકે કેમ કે અન્ય દાવેદારો કરતા તેમની સિનિયોરિટી, વિપક્ષ ઉપનેતા તરીકેનો અનુભવ અને તેમની (પાટીદાર) જ્ઞાતિનું પરિબળ મહત્વના છે. કાલે સાંજે વિપક્ષ નેતાનું નામ જાહેર થતા સુધી સસ્પેન્સ બનેલું રહેશે.
અત્રે નોંધનીય છે કે ગત જનરલ બોર્ડમાં જે 12 કોર્પોરેટર ગેરહાજર રહ્યા હતા. તેને નોટીસ આપીને ખુલાસો પુછાયો હોવા છતાં વશરામભાઈએ તે પૈકીના નામ પણ વિપક્ષી નેતાપદ માટે રજૂ કર્યા તે વિશે ચર્ચા વ્યાપેલી છે.