જિલ્લાકક્ષાની ફુટબોલ અને બાસ્કેટબોલ સ્પર્ધામાં જય ઇન્ટરનેશનલ સ્કૂલના છાત્રો ઝળક્યા

  • જિલ્લાકક્ષાની ફુટબોલ અને બાસ્કેટબોલ સ્પર્ધામાં જય ઇન્ટરનેશનલ સ્કૂલના છાત્રો ઝળક્યા


છાત્રો રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે
રાજકોટ તા.11
રાજકોટની જાણીતી જય ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની રમત-ગમતના ક્ષેત્રમાં એક નહિ પણ ત્રણ-ત્રણ રમતોમાં સફળતા હાંસીલ કરીને તમની શાળાને ગૌરવ પ્રદાન કર્યુ છે.
ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ ખાતે ગર્વમેન્ટ સ્કૂલ ગેમમાં ડીસ્ટ્રીક લેવલની અંડર-19 ફુટબોલની સ્પર્ધા યોજવામાં આવી હતી. આ ગેમમમાં સેમિફાઇનલમાં ભોદી સ્કૂસની સામે 2 ગોઇથી અને ફાઇનલ મેચમાં રાજકોય ડીપીએસ સ્કૂલ સામે 4 ગોલથી પેનલ્ટી શુટઆઉટમાં જીત મેળવી હતી. જય ઇન્ટરનેશનલ સ્કૂલના 5 વિદ્યાર્થીઓ જેમાં રીયલ મુલવાની, દીપ નાયકપરા, હર્ષ પટેલ, તીર્થ દઢણીયા અને ધરમ ઝાલોરીયાને રાજય કક્ષાની સ્પર્ધા માટે પસંદ કરવામાં આવ્યા છે.
જય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ડિસ્ટ્રીક્ટ લેવલની અંડર-19 સ્કૂલ ગેમ્સમાં બાસ્કેટબોલની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં 5 વિદ્યાર્થીઓ અને 3 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સેમીફાઇનલ મેચમાં જય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ જીનિયશ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ સામે 35-13નો સ્કોર બનાવીને. જીત મેળવી હતી. ફાઇનલ મેચમાં સ્વામિનારાયણ ગુરૂકુળ, ફેરની સામે 37 પોઇન્ટથી જીત હાંસિલ કરી હતી, અને આ જીત સાથે ટીમના 4 વિદ્યાર્થીઓની રાજયકક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ 2 ઓગસ્ટ, 2018ના રોજ જીનિયસ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ ખાતે સુબ્રતો કપ ફુટબોલની ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પર્ધૌ યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં અંડર 17 ગુપમાં જય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સેમિફાઇનલમાં એસજીવીપી સામે 1-0થી અને ફાઇનલમાં મોદી સ્કૂલની સામે 4-0થી જીત મેળવી હતી. હવે આ વિદ્યાર્થીઓ રાજય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જઇ રહ્યા છે.
જય ઇન્ટરનેશનલ સ્કૂલના વ્દિયાર્થીઓની આ સિધ્ધીઓ પાછળ વિદ્યાર્થીઓનો સખત પરિશ્રમ અને તેમના કોચ, જેમા બાસ્કેટબોલની ટીમના પ્રણવભાઇ જોષી તેમજ ફુટબોલની ટીમના મયુરસિંહ ઝાલા અને પવનભાઇ રામાનુજની તાલિમ અને મહેનતને આભારી છે. સફળતા બદલ સંસ્થાના ડિરેક્ટર ડી.વી.મહેતા. સીઇઓ ડીમ્પલબેન મહેતા અને િ5્રન્સીપાલ વિપુલ ધનવા દ્વારા સર્વે ખેલાડીઓ અને તેમના કોચને તેમજ સ્પોર્ટસ એન્ડ કલચરના બંસી ભુતને અભિનંદન પાઠવ્યા છે.