કાલથી વિજકર્મચારી કેસરી પટ્ટી ધારણ કરશે

  •  કાલથી વિજકર્મચારી કેસરી પટ્ટી ધારણ કરશે

રાજકોટ સહિત રાજયભરનાં વીજકર્મચારી બે દિવસ કેસરી પટ્ટી બાંધી ફરજ બજાવી સરકારનો આભાર વ્યકત કરશે
રાજકોટ તા.11
સરકારી તંત્ર સામે નારાજગી વ્યકત કરવા કર્મચારીઓ કાળીપટ્ટી બાંધી વિરોધ વ્યકત કરે છે જ્ફયારે રાજય સરકાર નારાજ કર્મચારીઓનો પ્રશ્ર્ન ઉકેલે તો માત્ર આભારની લાગણી વ્યકત કરવામાં આવે છે. પરંતુ વીજ કર્મચારીઓએ રાજય સરકારનો આભાર વ્યકત કરવા આવતીકાલથી ત્રણ દિવસ કેસરી પટ્ટી બાંધી ફરજ નિભાવશે
અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા તા.31/07/18ના રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ઉર્જાપ્રધાન સૌરભભાઇ પટેલનું બહુમાન અને અભિવાદન કરવાના કાર્યક્રમ સ્વર્ણિમ સંકુલ 1, ગાંધીનગર ખાતે સંઘના પ્રમુખ ભરતભાઇ પંડ્યા અને કાર્યકારી પ્રમુખ વાસણભાઇ આહિરની આગેવાનીમાં રાખવામાં આવેલ હતો તેમજ સુપરવાઇઝર વર્કિંગ કમીટીના સભ્યો હાજર રહેલ છે.
આ કાર્યક્રમમાં સંઘનાં પ્રમુખના પ્રસ્તાવ અનુસાર સરકાર દ્વારા એજીવીકે એસની માંગણીઓને ખુબ સંવેદના દાખવી ઉર્જાખાતા ના કર્મચારીઓ ના સાતમા વેતનની અમલવારી, વિદ્યુત સહાયકો નાં પગાર વધારાને મંજુરી, કંપની ચેન્જનાં પ્રશ્ર્ને હકારાત્મકતા દાખવી નિર્ણય કરવા સહમતી ઉર્જાખાતાના કર્મચારીઓને 19 મહિનાની એરિયર્સની ચુકવી કરી આપવાની મંજૂરી આપવામાં આવેલ છે.
અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘની સાચી અને સમૂહને લગતી રજૂઆતો સરકાર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે તે બદલ આપણી પણ ફરજ છે આભારની અભિવ્યકિત કરવાની અને જણાવેલ કે’અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનાં તમામ સભ્યો આવતીકાલથી 8 થી 14 દરમ્યાન ઓફીસ દરમ્યાન ‘કેશરી પટ્ટી’ ધારણ કરી ફરજ બજાવે અને જે લાભો મંજુર કરવામાં આવેલ છે. તે બદલ સામુહીક આભારની અભિવ્યકિત કરશે’