ભારતીય પ્રૌઢ શિક્ષાસંઘ દ્વારા એવોર્ડ વિતરણ

  • ભારતીય પ્રૌઢ શિક્ષાસંઘ દ્વારા એવોર્ડ વિતરણ

ભારતીય પ્રૌઢ શિક્ષા સંઘ દ્વારા ન્યુ દિલ્હી ખાતે ઉપરાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલ પંડીત જવાહરલાલ નહેરુ અને ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોર લીટર્સી એવોર્ડ વિતરણ સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ વેંકટ નાયડુ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ એ એવોર્ડ વિતરણ કર્યા બાદ પ્રોટફોકોલ બાજુમાં મૂકી છુટથી દેશભરનાં શિક્ષણકારો અને સામાજિક કાર્યકર્તાઓને મળ્યા હતા. ગુજરાતનાં પ્રતિનિધિ તરીકે યશવંત જનાણી એ પણ વેંકટ નાયડુની મુલાકાત લઇ તેમની સાથે તેમની રાજકોટ મુલાકાત  સમયનાં સ્મરણો તાજા કર્યા હતા. આ પહેલા જનાણીએ આઈએઈએની કાર્યવાહક સમિતિની બેઠકમાં પણ ભાગ લીધો હતો.