કોંગ્રેસે વાઘજીભાઇનું રાજીનામુ શા માટે લીધુ? ધાનાણીના ભાજપ ઉપર આક્ષેપો વાહીયાત

  • કોંગ્રેસે વાઘજીભાઇનું રાજીનામુ શા માટે લીધુ? ધાનાણીના ભાજપ ઉપર આક્ષેપો વાહીયાત

રાજકોટ તા.11
ત્રણત્રણ વાર કોંગ્રેસમાંથી ધારાસભાની ચૂંટણી લડનાર વાઘજીભાઇ બોડા કોંગ્રેસી નથી અને પ્રદેશ કોંગ્રેસના ડેલીગેટ તેમજ ટંકારા તાલુકા કોંગ્રેસના કારોબારી સંમેલનને સંબોધનાર વાઘજીભાઇ બોડાનું કોંગ્રેસે શા માટે રાજીનામુ લીધું ? મગફળી કાંડના ભ્રષ્ટાચારમાં મોટાભાગના કોંગ્રેસીઓ જ સામેલ છે અને પરેશભાઇ ધાનાણી ખોટા આક્ષેપો કરી ભાજપ સરકારને બદનામ કરે છે ! ચેતનભાઇ રામાણી
સૌરાષ્ટ્રના જાણીતા ખેડૂત આગેવાન અને સહકારી ક્ષેત્રના અગ્રણી ચેતનભાઇ રામાણીએ મગફળી ભ્રષ્ટાચારના મમલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે યુપીએના 10 વર્ષના શાસનમાં તમામ ક્ષેત્રે ભ્રષ્ટાચાર કરનાર કોંગ્રેસીઓ કયારેય કૌભાંડો કરવાનું વિસરતા નથી.
રાજ્યની કુલ રપ લાખ ટન ઉત્પાદન થયેલ મગફળીમાંથી રાજ્ય સરકારે રૂા.4000 કરોડનું કુલ જથ્થાના 40% એટલે કે 10 લાખ ટન જેટલી મગફળી વિજય રૂપાણી સરકારે ખરીદીને ઇતિહાસ સર્જેલ છે. આઝાદી પછી પહેલીવાર આવડી મોટી માત્રામાં ખેડૂતોની જણસોની ખરીદી કરવામાં આવી છે. ખેડુતોને પોતાની જણસીના પુરા ભાવ મળે અને ખેડૂતો આર્થિક સધ્ધર બને તેના માટે રાજ્ય સરકારે સતત ચિંતા કરી છે.
ભારત સરકાર દ્વારા દેશના ખેડૂતોને ખેત ઉત્પાદનના પુરા ભાવ માટે કેન્દ્રની ભાજપ સરકારે રપ હજાર કરોડ રૂપિયાનું ફંડ કેન્દ્ર સરકારની નોડલ એજન્સી તરીકે નાફેડને સોપેલ છે. તેના ભાગરૂપે ગુજરાતને કેન્દ્ર સરકાર સૌથી વધુ નેશનલ એગ્રીકલ્ચર ફેડરેશન રૂા.4000 કરોડ મગફળી ખરીદવા પેટે આપેલ છે તેવા સંજોગોમાં કેન્દ્ર સરકારની નોડેલ એજન્સી તરીકે નાફેડ કોઇપણ સંજોગોમાં પોતાની જવાબદારીમાંથી નીકળી શકે નહી. ગોડાઉન પર સીકયોરીટી ? તેમજ ગોડાઉનમાં પડેલ માલ સંપૂર્ણ સલામત છે કે નહીં તે કેમ સઘળી બાબતો ચકાસવાની જવાબદારી નાફેડની છે. નાફેડના ચેરમેન વાઘજીભાઇ બોડાએ કયારેય રાજ્ય કે કેન્દ્ર સરકારને મગફળી ખરીદી બાબતમાં ગોલમાલ, ભેળસેળ કે નબળી ગુણવતાવાળી મગફળીની ફરીયાદો કેન્દ્ર કે રાજ્ય સરકારને કરેલ છે ? અને નાફેડને આવી શંકા હોય તો શા માટે રાજ્ય કે કેન્દ્ર કે અન્ય કોઇ એજન્સીને જાણ કરેલ નથી. આમ દરેક રીતે જોઇએ તો મગફળી ખરીદી બાબત સંપૂર્ણ જવાબદારી નાફેડની છે. ભ્રષ્ટાચાર કૌભાંડ કરવા એ હોવું એ કોંગ્રેસમાં એક મોટી લાયકાત ગણાય છે, જેટલા મોટા કૌભાંડો એટલું વધુ માન તેટલો મોટો હોદો. અત્યારે છાપે ચેડેલું અને મીડિયામાં બહુ ચર્ચિત મગફળી કૌભાંડ પણ મુળે તો કોંગ્રેસીઓનું જ પાપ છે. જેટલા આરોપીઓ પકડાઇ રહ્યા છે તે બધા કોંગ્રેસી, રોજ નવા નામ ખુલે તે કોંગ્રેસી અને કૌભાંડીયાઓને છાવરનાર નાફેડના ચેરમેન વાઘજીભાઇ બોડા પણ પાયાના કોંગ્રેસી કાર્યકર અને એક મુળભૂત કોંગ્રેસીની અદાથી અત્યારે પોતાનો પાપનો ટોપલો ભાજપ પક્ષ અને ભાજપ અગ્રણીઓના માથે ઢોળી રહ્યા છે. વાસ્તવિકતા એ છે કે બોડાનો ભત્રીજો ખુદ પણ આ કૌભાંડમાં સામેલ છે. આવા કૌભાંડો બહાર આવે ત્યારે જનહિતમાં પક્ષાપક્ષીથી પર થઇ વાઘજી બોડાએ નાફેડના ચેરમેન તરીકે વર્તવાની જરૂર હતી. તમામ કેઇસમાં નાફેડ ચેરમેન તરીકે જવાબદારી તેમની જ બને. સરકાર તરફથી બોડાને આ અંગે દોષિત લોકો સામે ફરીયાદ કરવા વારંવાર કહેવાયું હતું. તેમણે ધરાહાર ફરીયાદ ન જ કરી. આખી વાતમાંથી નાફેડ જવાબદારી નિભાવવામાંથી છટકી રહ્યું છે. ભાજપે તો તેના દોષિત કાર્યકરો સામે પગલાં પણ લીધા. સવા એ છે કે કોંગ્રેસ શું કર્યુ ? કશું જ નહીં માસ્ટર માઇન્ડ મગન ઝાલાવડીયા પણ મુળ કોંગ્રેસી કુળ ધરાવે છે. કોંગ્રેસના મંચ પરથી બોડા જ્યારે પોતાનો પાંગળો બચાવ કરવા ભાજપના નેતાઓ પર વાહીયાત આરોપો મુકે ત્યાં જ તેઓ ઉઘાડા પડી જાય છે. બીજી તરફ ખુદ કોંગ્રેસી ચેરમેન જ કૌભાંડકારી કોંગ્રેસીઓને બચાવવા માંગતા હોય અને ભાજપના અગ્રણીઓના માથે દોષનું ઠીકરુ ફોડતા હોય ત્યારે વાઘજીભાઇ બોડાનું નાફેડમાંથી રાજીનામુ માંગવાના બદલે પરેશ ધાનાણી ઉપવાસના નાટકો કરે એ તો નૈતિક મુલ્યોને નેવે મુકી બેશરમીની તમામ હદો પાર કરી કહેવાય તેમ નિવેદનના અંતે ચેતનભાઇ રામાણીએ જણાવ્યું છે.