રાજકોટ રેલવેની માસિક પત્રિકા સૌરાષ્ટ્ર ગૌરવનું વિમોચન

  • રાજકોટ રેલવેની માસિક પત્રિકા સૌરાષ્ટ્ર ગૌરવનું વિમોચન

ડીઆરએમ નિનાવે સહિતનાની ઉપસ્થિતિ
રાજકોટ તા,11
રાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા પોતાની માસિક પત્રિકા ‘સૌરાષ્ટ્ર ગૌરવ’નું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠક મળી હતી. રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ડીઆરએમ પી.બી. નિનાવેની અધ્યક્ષતામાં મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ડીઆરએમ નિનાવેએ મંડળની માસિક પત્રિકા સૌરાષ્ટ્ર ગૌરવના ચોથા અંકનું વિમોચન કર્યુ હતુ અને રાજભાષાના નિયમોનું પાલન કરાવવા સુચના આપી હતી. એડીઆરએમ એસ.એસ. યાદવે દસ્તાવેજોના દ્વિભાષીકરણ તથા સ્ટેશનો પર પ્રદર્શિત સુચના બોર્ડમાં લખવામાં આવતી સુચનાનું નિરીક્ષણ અભિયાન પ્રારંભ કરવાની સુચના આપી હતી. કાર્યક્રમનું સંચાલન રાજભાષા અધિકારી સુનિતા આહિરે કર્યુ હતું તેમ યાદીમાં જણાવ્યું છે.