જૈન વિઝન દ્વારા નવરાત્રી મહોત્સવ-2018નું ધમાકેદાર આયોજન - રાજકોટ

  •  જૈન વિઝન દ્વારા નવરાત્રી મહોત્સવ-2018નું ધમાકેદાર આયોજન - રાજકોટ

સૌ પ્રથમ વખત જૈન સમાજની બહેનો માટે સીઝન પાસ નિ:શુલ્ક : 108 યુવાનો અને 108 મહિલાઓની ટીમ દ્વારા તડામાર તૈયારી ! દરરોજ સેલીબ્રીટીની હાજરીનું આકર્ષણ  રાજકોટમાં ક્યારેય ન થયું હોય તેવું અદ્ભૂત આયોજન
સમાજમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થા જૈન વિઝન દ્વારા આ વખતે પ્રથમ નવરાત્રિ મહોત્સવ-2018નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં 108 બહેનો અને 108 ભાઇઓની ટીમ કામે લાગી ગઇ છે અને ભારતમાં સૌપ્રથમ વખત જૈન સમાજની બહેનોની નવરાત્રિ માટે સીઝન પાસ તદ્ન વિનામૂલ્યે આપવામાં આવશે. તા.10 થી 18 ઓક્ટોબર દરમિયાન યોજાનારા આ નવરાત્રિ મહોત્સવની તડામાર તૈયારી શરુ થઇ ગઇ છે.
છેલ્લા પાંચ વર્ષથી ‘આવો રે આવો મહાવીર નામ લઇએ’ જેવા કાર્યક્રમો ઉપરાંત સમાજોપયોગી કાર્યો કરનાર સંસ્થા જૈન વિઝન દ્વારા રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રના લબ્ધ પ્રતિષ્ઠિત આગેવાનોના સહયોગથી આ વખતે નવરાત્રિ દરમિયાન નવ દિવસના રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ નવરાત્રિમાં અનેક આકર્ષણો ઉમેરાશે જેમાં સીઝન પાસ કાઢવનાર બહેનોને આકર્ષક ગિફ્ટ, નવરાત્રિ દરમિયાન ત્રણ કલાક રાસ રમનાર 10 મહિલા ખૈલેયાઓને દરરોજ લક્કી ડ્રો દ્વારા ચાંદીની ગીની, વિજેતા થનાર ખૈલેયા (પ્રિન્સ-પ્રિન્સેસ)ને દરરોજ સોના મહોરથી નવાજવામાં આવશે. જોવાના પાસ ફ્રી તેમાં પણ દરરોજ લક્કી ડ્રો દ્વારા ચાંદીની ગીની આપશે. નવરાત્રિ દરમિયાન દરરોજ ગ્રાઉન્ડમાં 8 વાગ્યે પ્રથમ 51 ખૈલેયા વચ્ચે લક્કી ડ્રો દ્વારા ચાંદીની ગીની, મેગા ફાઇનલમાં વિજેતા થનાર પ્રિન્સ-પ્રિન્સેસને લાખેણા ઇનામોની વણઝાર, દરરોજ ફિલ્મ સ્ટાર, ટીવી સ્ટાર અને ક્રિકેટરોની હાજરી સંપૂર્ણ પારિવારિક માહોલ, ચુસ્ત સિક્યોરિટી તથા નાઇટ વિઝન સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ, દરરોજ આગ-અલગ થીમ બેઇઝ કોમ્પિટિશનમાં ભવ્ય ઇનામો, દૂરથી રાસ રમતા સ્વજનોને નજીક થી નિહાલવા વિશાળ એલઇડી એચ.ડી. સ્ક્રિન, સ્ટેડિયમ ટાઇપ બેઠક વ્યવસ્થા, રાજકોટમાં આઠ સ્થળોએ ફ્રી રાસ માટે કોચિંગ કેમ્પની વ્યવસ્થા, ભારતભરમાં જૈન ઉદ્યોગપતિના હસ્તે દરરોજ ઇનામો સૌરાષ્ટ્રના તમામ જૈન સોશ્યલ ગૃપને આમંત્રિત કરીને એક દિવસ માટે વિનામૂલ્યે રાસોત્સવમાં નિમંત્રણ અપાશે. વીવીઆઇપી સ્પોન્સર માટે ગજીબો-ખાસ એટેડન્સ સર્વિસ સાથે, સુંદર મંડપ ડેકોરેશન (ગામઠી), નયનરમ્ય લાઇટ ડેકોરેશન, હાઇ ફાઇ સાઉન્ડ સીસ્ટમ, સૌરાષ્ટ્રના જૈન સંઘો અને જૈન સોશ્યલ ગૃપ માટે અલગ બેઠક વ્યવસ્થા, જૈન ફૂડ સાથે કેટરિંગની કેન્ટિન વ્યવસ્થા કરાશે. રાજકોટના મધ્યમાં આ સુંદર આયોજન સુપ્રસિદ્વ ઓરકેસ્ટ્રા અને ગાયક વૃંદના સથવારે.
આ નવરાત્રિ મહોત્સવમાં 35 વર્ષ સુધીની વય ધરાવતી બહેનોને વિનામૂલ્યે સીઝન પાસ આપવામાં આવશે. જ્યારે જેન્ટસ સીઝન પાસના રૂા.400 અને સ્ટુડન્ટ પાસના રૂા.200 સીઝન પાસ મેળવવા માટે જૈન હોવાનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ઓળખકાર્ડ આપવાનું રહેશે. કાર્યાલયનું ઉદ્વાટન તા.15મી ઓગષ્ટએ આયોજન કમિટિના સૌથી નાની વય ના સભ્ય પ્રતિક શાહના હસ્તે કરવામાં આવશે. આ નવરાત્રિ મહોત્સવ માટેના ફોર્મનું વિતરણ તા.15મી ઓગષ્ટથી સવારે 11 થી 7 વાગ્યા સુધી કરવામાં આવશે. લેડીસ પાસ મેળવવાની છેલ્લી તા.1લી ઓક્ટબર છે વધુ વિગત માટે 201 ગાયત્રી ચેમ્બર, પી.પી. ફૂલવાલા સામે ડો.યાજ્ઞિક રોડનો અથવા મો.નં.9898249697, 9428226652નો સંપર્ક કરવાનો રહેશે.
પાસ માટેના ફોર્મ નીચે આપેલ સ્થળોએથી મળી શકશે
- રિદ્વિ સિદ્વ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, 201-ગાયત્રી ચેમ્બર્સ, પી.પી. ફૂલવાળાની સામે ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ
- કશીશ હોલિડે, ધવલ જલારામ-4 રામકૃપા ડેરીની સામે, યુનિવર્સિટી રોડ રાજકોટ
- હેમ ટ્રાવેલ લિંક્સ 9/4 ગાયકવાડી પ્લોટ, પુષ્પ સંધ્યા એપાર્ટમેન્ટની સામે, જંક્સન પ્લોટ, રાજકોટ
- જૈન સાડી, દીવાનપરા મેઇન રોડ, રાજકોટ
- દિવ્યેશ મહેતા, ગૌતમ પટેલ મંડપની સામે, કૃષ્ણ નગર મેઇન રોડ, આનંદ બંગલા ચોક પાસે, રાજકોટ
- સુપેરટેક એન્ટરપ્રાઇઝ, બંસીધર ડેરીની બાજુમાં, સનસીટીની સામે, સાધુવાસવાણી રોડ, રાજકોટ
- વોડાફોન સ્ટોર, અમિધારા કોમ્પ્લેક્સ, પૂજારા ટેલીકોમની સામે, કુવાડવા રોડ, રાજકોટ
- પુજા ગ્રાફિક, શોપ નં.22 ફર્સ્ટ ફ્લોર સદગુરુ તીર્થધામ, શિવમ હોસ્પિટલની સામે રૈયા રોડ, રાજકોટ
- વેવ્સ સિસ્ટમ, શોપ નં.જી-12 ક્રિષ્ના ફોન આર્ચ-3, જીએસપીસી ગેસની બાજુમાં, રૈયા ટેલીફોન એક્સચેંજની સામે, રાજકોટ
- ચટકાઝ ભક્તિનગર સર્કલ, રાજકોટ
આ નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા માટે જૈન વિઝન ટીમના ભરત દોશી, ધીરેન ભરવાડા, ગીરીશ મહેતા, સુનીલ કોઠારી, રજત સંઘવી, નેમિષ પૂનાતર, હિતેષ મહેતા, અખિલ શાહ, જય કામદાર, સંજય લાઠીયા, કેતન દોશી, જય ખારા, બ્રીજેશ મહેતા, મૃણાલ અવલાણી હિતેષ મણિયાર તથા લેડિઝ ટીમના દામીનીબેન કામદાર, ડોલીબેન દેસાઇ, મિતલબેન વોરા, નિરાલીબેન પારેખ, ભાવનાબેન દોશી, ખૂશ્બૂ ભરવાડા, અરુણાબેન મણિયાર, બીનાબેન શાહ, જીલ સંઘવી, ફાલ્ગુની મહેતા,સુલોચનાબેન ગાંધી, રત્નાબેન કોઠારી સહિતના 108 જેન્ટસ તથા 108 લેડીઝ જહેમત ઉઠાવી રહ્યાં છે.