કુંડલિયા કોલેજમાં પર્યાવરણ અને આયુર્વેદ અવેરનેશ કાર્યક્રમ સંપન્ન

  • કુંડલિયા કોલેજમાં પર્યાવરણ અને આયુર્વેદ અવેરનેશ કાર્યક્રમ સંપન્ન

રાજકોટ, તા.10
જે.જે. કુંડલિયા કોમર્સ કોલેજ તથા બજરંગ મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ અને આયુર્વેદિક અવેરનેશ કાર્યક્રમનું આયોજન કોલેજ ખાતે કરવામાં આવેલ. આયુર્વેદનાં નિષ્ણાંત ડો.કેતનભાઇ ભીમાણી (એમ.ડી.) બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટના મંત્રી કાંતિલાલ કારીઆ, કોલેજના પ્રિન્સિપાલ ડો. પ્રિતિબેન ગણાત્રા તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં ડો.ભીમાણી સાહેબે વિદ્યાર્થીઓને આયુર્વેદિક ઉપચાર તથા આયુ અને વેદ શિવે ખૂબ સરળ ઉદાહરણ સાથે માર્ગદર્શન પુરું પાડેલ હતું. આયુર્વેદ એ પૌરાણિક કાળથી ચાલી આવતી પરંપરાગત જ્ઞાનપાંચશ્ર્વત તથા વૈદિક જ્ઞાનથી વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં તંદુરસ્તી મેળવવા માટેનાં પાંચ ઉપચાર દ્વારા માહિતગાર કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજનાં પ્રા. ડો.દિલીપસિંહ ડોડિયાએ કરેલ. કોલેજના પ્રિન્સિપાલ પ્રીતીબેન ગણાત્રાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ હતાં.