ઘીમાં ભેળસેળનું વધુ એક કારસ્તાન ઝડપાયું

  • ઘીમાં ભેળસેળનું વધુ એક કારસ્તાન ઝડપાયું
  • ઘીમાં ભેળસેળનું વધુ એક કારસ્તાન ઝડપાયું

 શંકાસ્પદ ઘીના 422 ડબ્બા, સાધનો સહિત રૂા.7.25 લાખનો મુદ્દામાલ કબજે
 સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા, રિપોર્ટ આવ્યે 4 ભાગીદારો સામે પગલાં
રાજકોટ તા.11
રાજકોટ શહેરની જનતાના આરોગ્ય સાથે ચેડાં કરતા અનેક ગઠિયાઓ સક્રિય થયા હોય તેમ વધુ એક નકલી ઘી બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ થતા ચકચાર મચી જવા છે એસઓજી સ્ટાફે સોખડા પાસે આવેલ રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં બાતમી આધારે દરોડો પાડી ભેળસેળવાળો 7.25 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો કબ્જે કરી પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં સેમ્પલ મોકલી દીધા છે રિપોર્ટ આવ્યા બાદ છ મહિનાથી ચલાવતા ચાર પાર્ટનરો સામે કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિદ્ધાર્થ ખત્રીની સૂચનાથી એસીપી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઇ એસ એન ગડુની રાહબરીમાં પીએસઆઇ એચ એમ રાણા તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે મનરૂપગીરી ગોસ્વામી, જીતુભા ઝાલા, મેહુલભાઈ તથા વિજેન્દ્રસિંહ ઝાલાને ખાનગીરાહે મળેલી બાતમી આધારે સોખડાના રૂડા
ટ્રાન્સપોર્ટનગર પાછળ જય જલારામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ ધારા ફેટ એન્ડ પ્રોટીન્સ વેજ ફેટ પામોલીન એન્ડ વેજ ઓઇલ નામના કારખાનામાં દરોડો પાડતા બનાવતી ભેળસેળવાળો શંકાસ્પદ ઘીનો જંગી જથ્થો તથા ભેળસેળ કરવા ઉપયોગમાં લેવામાં આવતા સાધનો મળી આવ્યા હતા શંકાસ્પદ ઘીના જથ્થાની ખરાઈ કરવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ઓફિસર ડી જે સોલંકી અને એ બી પટેલને બોલાવી પૃથક્કરણ અર્થે સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા હતા પોલીસે 6,64,500 રૂપિયાના શંકાસ્પદ ઘીના 422 ડબ્બા, એક લીટરની 150 જાર તથા ભેળસેળમાં ઉપયોગમાં લેવાતા સાધન સહીત 7,24,500 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં ઘટનાસ્થળેથી કેવલ નામની વ્યક્તિ સહીત ચાર ભાગીદારો હોવાનું જાણવા મળ્યું હતું. આ ચારેય ભાગીદારોએ છેલ્લા છ મહિનાથી આ ફેક્ટરી ચાલુ કરી હોવાનું જાણવા મળ્યું છે લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ ભાગીદારો સામે પગલાં લેવામાં આવશે આ કામગીરીમાં પીએસઆઇ રાણા સાથે પીએસઆઇ ઓ પી સીસોદીયા, વિજયભાઈ શુક્લ, આર કે જાડેજા, મનરૂપગીરી ગોસ્વામી, જીતુભા ઝાલા, ,ફિરોઝભાઈ રાઠોડ, વિજેન્દરસિંહ ઝાલા, અનિલસિંહ ગોહિલ, ગિરિરાજસિંહ ઝાલા, ગિરિરાજસિંહ જાડેજા, મેહુલભાઈ મઢવી અને યુવરાજસિંહ જાડેજા જોડાયા હતા.