પ્રેક્ષક ગેલરી નહીં ખોલાય સરકારના પરિપત્રનો ઉલાળિયો

  • પ્રેક્ષક ગેલરી નહીં ખોલાય  સરકારના પરિપત્રનો ઉલાળિયો

 સોમવારે જનરલ
બોર્ડ મળે તે પૂર્વે મેયરની જાહેરાત
રાજકોટ તા.11
રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષ દ્વારા ફરી એકવખત શહેરીજનોના બંધારણીય હક્ક ઉપર હાવી થવા નો પ્રયાસ કર્યો છે. જનરલ બોર્ડમાં થતી પ્રજા લક્ષી કામગીરી નીહાળવા માટે પ્રજાજનોને જ મનાઈ ફરમાવી ફરી એક વખત આગામી સોમવારના જનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરી બંધ રાખવાનો નિર્ણય લઈ મેયરે આજ રોજ સતાવાર જાહેરાત કરી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં થતી કામગીરી નિહાળવાનો હક શહેરજનોને છે. અને તે મુજબની જોગવાઈ બંધારણમાં કરવામાં આવી છે. છતાં છેલ્લા એક વર્ષથી પ્રેક્ષકો માટે ગેલેરી બંધ કરી શાસકપક્ષે પોતાની મનમાની ચલાવી રાખી છે. ગત ગુરૂવારે વિરોધપક્ષ દ્વારા પ્રેક્ષક ગેલેરી ખુલ્લી રાખવા માટે મેયર અને ચેરમેન ને રજુઆત કરી હતી. તે સમયે પ્રેક્ષકોએ ગેલેરીમાં પ્રવેશ કરવા માટે કોર્પોરેટરના લેટરપેડ ઉપર મંજુરી મેળવી પ્રવેશ મેળવવો તેવી સમજૂતી સાધવામાં આવી હતી. અને આ બાબતે સાંજ સુધીમાં નિર્ણય લેવાનું મેયરે જણાવ્યું હતું.
કોર્પોરેટરના લેટરપેડ ઉપર જાહેર જનતાને મંજૂરી લેવી પડતી હોય તે શહીરજનો માટે દુર્ભાગ્ય પૂર્ણ બાબત છે. છતાં વિરોધપક્ષે મન મનાવી આ બાબતે યોગ્ય નિર્ણય લેવાની રજુઆત શાસક પક્ષને કરી હતી. બે દિવસ આ બાબતે ચર્ચા કર્યા બાદ આજરોજ મેયર બિનાબેન આચાર્યએ જાહેરાત કરી હતી. કે આગામી તા.13ના રોજ મળનાર જનરલ બોર્ડમાં પ્રક્ષક ગેલેરી ઉપર પ્રતીબંધ યથાવત રહેશે. જ્યારે વિરોધપક્ષનાં સભ્યોએ જણાવેલ કે ગત માસે સરકાર માંથી પ્રેક્ષક ગેલેરી ખુલ્લી રાખવા માટેની સુચના અપાઈ ચૂકી છે. છતાં શાસકપક્ષ દ્વારા સુચનાનો ઉલારીયો કરી મનમાની કરવામાં આવી રહી છે. મેયર બિનાબેન આચાર્યએ જણાવેલ કે સરકારની સુચના આવી છે તે સાચુ છે પરંતુ આ કોઈ આદેશ નથી હોતો આ બાબતે અમારે વિચારવાનુ હોય છે અને જનરલ બોર્ડમાં પ્રેક્ષકો દ્વારા તોફાનો થાય છે. તેની માહિતી સરકાર પાસે હોતી નથી આથી સમગ્ર બાબતનેા અભ્યાસ કર્યા બાદ આગામી જનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરી ખુલ્લી રાખવી કે નહીં તેની જાહેરાત કરવામાં આવશે.