ગગનભેદી સૂત્રોચ્ચાર સાથે રામનાથ મહાદેવને ધ્વજારોહણ

  • ગગનભેદી સૂત્રોચ્ચાર સાથે રામનાથ મહાદેવને ધ્વજારોહણ

સર્વજન હિતાય, સર્વજન સુખાયના મંગલ સંકલ્પ સાથે રાજકોટ શહેરના નાયબ કલેક્ટર પ્રજ્ઞેશ જાની શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે આજે પદયાત્રા કરી રાજકોટના નગરદેવતા ભગવાન સ્વયંભૂ રામનાથ મહાદેવના મંદિરે નૂતન ધ્વજા ચઢાવશે. તેમની સાથે આ પદયાત્રામાં તમામ સમાજના 250થી પણ વધુ સેવકો અને ભાવિકો જોડાયા હતા. અધિક કલેક્ટર ધારાસભ્યો આ મંગલકારી યાત્રાનો પ્રારંભ પંચનાથ મહાદેવના મંદિરેથી કરાવેલ. યાત્રા લીમડા ચોક, ત્રિકોણ બાગ, રાજશ્રી સિનેમા, કોઠારિયા નાકા થઇ રામનાથ દાદાના સાંનિધ્યમાં ગગનભેદી સૂત્રોચ્ચાર સાથે રામનાથ મહાદેવને ધ્વજારોહણ કરાયેલ.
(તસવીર: દિવ્યરાજસિંહ સરવૈયા)