આવતીકાલે એડજસ્ટમેન્ટ અને આત્મિક મૂલ્યો આત્મસાત કરાવતી યુવાશિબિરનું આયોજન - રાજકોટ

  • આવતીકાલે એડજસ્ટમેન્ટ અને આત્મિક મૂલ્યો  આત્મસાત કરાવતી યુવાશિબિરનું આયોજન - રાજકોટ

રાજકોટ તા.11
રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે રવિવાર 12/08/2018 ના દિવસે સવારે 9.00 કલાકે દ્વિતીય યુવા શિબિરનુ આયોજન કરાયું છે.
ન માત્ર પ્રવચન પરંતુ પ્રેક્ટીકલ પ્રયોગો સાથે જીવન મૂલ્યો અને આત્મિક મૂલ્યોની પ્રેરણા આપતી આ યુવા શિબિરોમાં જોડાઈને અનેક અનેક યુવા જીવન ડિસ્કો અને પબના સ્થાને ડીવીનીટી તરફ ક્ધવર્ટ થઈ ગયાં છે, હતાશા અને નિરાશાની ગર્તામાં સરી પડેલાં અનેક યંગસ્ટર્સ લાઈફને એક પોઝીટીવ એપ્રોચ સાથે જીવીને સાર્થક કરી રહ્યાં છે.
જીવનની તકદીર અને તાસીર બદલાવી દેતી આ યુવા શિબિરો જ્યારે આ ચાતુર્માસમાં રાજકોટને પ્રાપ્ત થઈ છે ત્યારે ગત રવિવારે આયોજિત પ્રથમ શિબિરમાં હજારોની સંખ્યામાં જોડાએલાં ભાવિકો તરફથી બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો.
મુંબઈ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, ગુજરાત, પૂર્વ ભારત અને દક્ષિણ ભારતના અનેક અનેક ક્ષેત્રોમાં રાષ્ટ્રસંત પૂજ્યશ્રીના સાંનિધ્યે અનેકોવાર આયોજિત થઈ ગએલી યુવા શિબિરો તે માત્ર શિબિર નથી હોતી પરંતુ આજના યુવાનને એક નવી દિશાની પ્રેરણા અને ભવિષ્યનું સફળ ડીઝાઈનીંગ કરી આપતી એક અમૂલ્ય માર્ગદર્શક શિબિર બની જતી હોય છે. જેમાં જોડાઈને આજ સુધી હજારો હજારોના જીવન સત્ય અને સફળતાની દિશા તરફ વિકાસ કરી રહ્યાં છે.
યુવા માનસને ઢંડોળી દેતી યુવા શિબિરની સાથે સાથે છેલ્લાં નવ રવિવારથી રાષ્ટ્રસંત પૂજ્યશ્રીના નાભિનાદથી કરાવવામાં આવતી મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની 21 દિવસીય સંકલ્પ સિદ્ધિ સાધનાના દસમાં તબક્કાની બ્રહ્મ સાધના પૂજ્યશ્રીના શ્રીમુખેથી કરાવવામાં આવશે.
લય બદ્ધ સ્વર, ચોક્કસ પ્રકારની ગતિ, દરેક પદમાં લેવાતાં વિશિષ્ટ આરોહ-અવરોહ અને જોડાક્ષરી શબ્દોના વિશિષ્ટ ઉચ્ચારણ સાથે વિશિષ્ટ પ્રકારના મંત્રોચ્ચાર પૂર્વક કરાવવામાં આવતી સિદ્ધિની આ સાધના હજારો ભાવિકોને ન માત્ર બાહ્ય શાંતિ-સમાધિની અનુભૂતિ કરાવી રહી છે પરંતુ સાથે સાથે દિવ્યતાની એક અદભૂત અનુભૂતિ સાથે આત્મિક ઉન્નતિ તરફ દોરી જઈ રહી છે. આવી ઉત્કૃષ્ટ કક્ષાની સાધનાનો લાભ જ્યારે આ વર્ષે રાજકોટના ભાવિકોને પ્રાપ્ત થયો છે ત્યારે હજારો ભાવિકો દર રવિવારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક એમા જોડાઈ રહ્યાં છે.
યુવા શિબિર ની સમાંતર 3 થી 15 વર્ષના બાળકો માટે સવારે 9 થી 12 કલાક બાલ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં બાળકોને ડ્રામા, ગેમ્સ, ઈન્ટરેક્ટીવ સેશન્સથી જૈન સિધ્ધાંતનું જ્ઞાન આપવામાં આવશે.
જીવન પરિવર્તન કરાવી દેનારી યુવા શિબિર તેમજ આત્મિક પરિવર્તન કરાવી દેનારી જપ સાધનામાં જોડાઈને આત્મહિત સાધવા રાજકોટના દરેક ધર્મપ્રેમી ભાવિકોને આવતીકાલ રવિવારે સવારના 09.00 કલાકે શ્રી ડુંગર દરબાર, અમીન રોડ જંક્શન, 150 રીંગ રોડ, જેડ બ્લુની સામે પધારવા શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.