પર્યાવરણ જાગૃતિ અને સ્ત્રી સશક્તિકરણનો સમન્વય: ખરીદી સાથે છોડની ભેટ - રાજકોટ

  • પર્યાવરણ જાગૃતિ અને સ્ત્રી સશક્તિકરણનો સમન્વય: ખરીદી સાથે છોડની ભેટ - રાજકોટ
  • પર્યાવરણ જાગૃતિ અને સ્ત્રી સશક્તિકરણનો સમન્વય: ખરીદી સાથે છોડની ભેટ - રાજકોટ
  • પર્યાવરણ જાગૃતિ અને સ્ત્રી સશક્તિકરણનો સમન્વય: ખરીદી સાથે છોડની ભેટ - રાજકોટ

ખોડલધામ મહિલા સમિતિ તથા ખોડલધામ યુવતી સમિતિ દ્વારા અનેકવિધ કાર્યક્રમો થતા હોય છે ત્યારે તેમાંથી પ્રેરણા લઈ ખોડલધામ યુવતી સમિતિમાં કાર્યરત એવા સિધ્ધિ પટેલ દ્વારા મહિલા સશકિતકરણના ભાગરૂપે એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. વધતી જતી મોંઘવારીમાં માત્ર ઘરની એક વ્યક્તિ કમાય તે પોષાય તેમ નથી. દરેક વ્યક્તિઓના પોતાના પગભર થવાની જરૂર છે. આ એક્ઝિબિશન દ્વારા પોતાના પગભર થવા માટે ઈચ્છુક મહિલાઓને એક સ્ટેજ પૂરું પાડવામાં આવ્યું છે, જેમાં બહેનો દ્વારા પોતાનામાં રહેલી અદભુત કલાની મદદથી બનાવવામાં આવેલ જુદીજુદી વસ્તુનું જેવી કે હેન્ડમેડ રાખડી, હેન્ડમેડ જવેલરી, હર્બલ પ્રોડક્ટ, ડિઝાઈનર કુર્તી, ડ્રેસ મટિરિયલ, હેન્ડમેડ જુતી વગેરે જેવી વસ્તુનું પ્રદર્શન સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પર્યાવરણનું જતન કરવા માટે તથા ગ્લોબલ વોર્મિંગની વધતી જતી સમસ્યા અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર આ એક્ઝીબીશનમાં ઈકો ફ્રેન્ડલી રાખડીનું પ્રદર્શન સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. વૃક્ષોનું મહત્ત્વ સમજાવવા માટે ત્યાં ખરીદી કરતા દરેક લોકોને એક વૃક્ષનો રોપો ફ્રી આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.