ઈકો ફ્રેન્ડલી રાખડી સાથે ઔષધી રોપાનું વિતરણ -

  • ઈકો ફ્રેન્ડલી રાખડી સાથે ઔષધી રોપાનું વિતરણ -

રાજકોટ તા.11
વર્તમાન સમયમાં કે હવે પછી આવનાર સમયમાં આપણે લીંબડી કે પીપળીના ઝુલે ઝુલી શકીશું? જેમ બહેન વગર ભાઇ અધૂરો છે તેમ વૃક્ષ વગર ધરતી. આજે વાતાવરણ ગંભીર બનતું જાય છે. ત્યારે ફોરમ પટેલ દ્વારા રક્ષાબંધનના પર્વ નિમિતે રાખડીની સાથે ભાઇને એક વૃક્ષ ભેટ આપીને કાયમી ભાઇ સાથે સમાજને નીરોગી અને સ્વસ્થ બનાવીએ તેવા હેતુથી ક્રિશ હોલ, પૂર્ણકુટી મેઈન રોડ, શ્રી કોલોની પાસે નાનામવા રોડ, રાજકોટમાં પોતે જાતે બનાવેલી ઈકો ફ્રેન્ડલી રાખડી કે જેમાં લાકડુ, કલર, મોતી અને સુરતની દોરીનો ઉપયોગ થયો છે. જેમનું વેચાણ કરે છે તે સમયે ઔષધી વૃક્ષના છોડ જેવા કે તુલસી, બ્રહ્મી, ફુદીનો, લીલીચા, સતાવરી, ગુલાબ, કરંજ, અર્જુન, શેતુર, ઉમરો, બોરસલીના છોડ ભેટ આપવામાં આવે છે અને આ સાથે વૃક્ષના ફાયદા અને મહત્વ સમજાવતી પત્રિકા પણ ભેટમાં આપશે.
આજના આ પાવન દિવસે જો અલગ રીતે ઉજવવા માટે દરેક બહેનો રાખડી બાંધી પોતાના ભાઇ સાથે એક છોડનું રોપણ કરે જેમ માવજતથી વાવેલા છોડનો ઉતરોતર વધારો થાય છે એમ ભાઇ બહેનના પ્રેમમાં પણ ઉતરોતર વધારો થશે કેમ કે વૃક્ષ એ દુનિયાના સૌથી મહાન ઋષિ એવા પરોપકારી છે. વૃક્ષથી આપણેને ઔષધી, રોજગાર, ઓક્સિજન, રબ્બર, મધ, ગુંદર, વરસાદ, અને દરેક જીવને ખોરાક મળે છે અને આ ગ્લોબલ વોમિંગમાં આપણા શહેરો પ્રદુષિત થતા અટકાવશું તથા બધી જ રાખડીઓને વેસ્ટેજ છાપામાંથી બનાવેલી બેગમાં આપવામાં આવે છે. જેથી પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડીને પ્રદુષણ ઓછુ કરવાનો પ્રયાસ કરે છે જે સમાજમાં આ પર્વને વૃક્ષ રોપણ સાથે સાંકળી લે તો દેશમાં માત્ર પાંચ વર્ષમાં ઘટાદાર જંગલો હોય તેવું બની જશે તો દરેક બહેનોને અપીલ છે.
સમાજમાં આવું ક્રાંતિકારી પરિવર્તન લાગી ઓ સંકલ્પ કરો કે આવનારી પેઢી પણ લીંબડી પીપળીના એ ઝુલા પર ઝુલી ભાઇ બહેનના પ્રેમની સાક્ષી પુરાવે તેમ વૃક્ષ પ્રેમી દિનેશ પટેલની યાદીમાં જણાવ્યું છે.