50 રોમિયોને કાયદાના ‘પાઠ’ ભણાવાયા, 11 બાઈક ડીટેઈન

  • 50 રોમિયોને કાયદાના ‘પાઠ’ ભણાવાયા, 11 બાઈક ડીટેઈન
  • 50 રોમિયોને કાયદાના ‘પાઠ’ ભણાવાયા, 11 બાઈક ડીટેઈન

 કાફે પાર્લરોમાં ગુટરગુ કરતા 11 ‘પ્રેમી’ઓની અટકાયત, 250 વાહનોનું ચેકીંગ
રાજકોટ તા.11
રાજકોટ શહેરમાં શાળા - કોલેજો બહાર યુવતીઓની છેડતી કરતા આવારા તત્વો સામે પગલાં લેવાની પોલીસ કમિશ્નરની સૂચનાથી 16 શાળા-કોલેજો બહાર ખાનગીમાં વોચ ગોઠવી પોલીસે 50 જેટલા રોમિયોને કાયદાનું ભાન
કરાવ્યું હતું અને 11 બાઈક ડિટેઇન કર્યા હતા અને 7 વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા
તેમજ કાફે પાર્લરમાં હળવાશની
પળો માણતા કઢંગી હાલતમાં 11 મળી આવતા અટકાયત કરવામાં આવી હતી.
શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચનાથી શાળા - કોલેજે જતી યુવતીની છેડતીની ઘટનાઓ અંગે સતર્કતા દાખવવા શહેરના જુદા જુદા 7 પોલીસ સ્ટેશનના સ્ટાફને ખાનગીરાહે કામે લગાડવામાં આવ્યો હતો જેમાં 16 પીએસઆઇ, 64 કોન્સ્ટેબલ અને 16 મહિલા કોન્સ્ટેબલોને સિવિલ ડ્રેસમાં શહેરની 16 જેટલી શાળા કોલેજો બહાર તૈનાત કરવામાં આવ્યા હતા તેઓએ રોમિયોગીરી કરતા 50 શખ્સોને સકંજામાં લઇ જાહેરમાં તથા પોલીસ સ્ટેશને લઇ આવી કાયદાનું ભાન કરાવ્યું હતું તેમજ શિન સપાટા કરવા લાવેલ 11 બાઈક પણ ડિટેન કરી 7 વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા તેમજ જેરી કાફેમાંથી સંચાલક શિવરાજસિંહ રઘુવીરસિંહ જાડેજાએ લોભામણી જાહેરાતો પ્રસિદ્ધ કરી હતી તેની તથા કોઝી કાફેના શીલાદિત્ય ભરતભાઈ ગીડા, સિદ્ધાર્થ નરશીભાઈ રૂપાવટીયા, મહેન્દ્ર મંગળુભાઈ ખાચર, રિધમ કમલેશભાઈ આંબલીયા, હર્ષિલ રણજીતભાઇ રાઠોડ, સી એન્ડ બાઈટ કાફેમાંથી પ્રતીક રાજેશભાઈ ચૌહાણ, હર્ષિત ભરતભાઈ બગથરીયા, બંક પોઇન્ટ કાફેમાંથી હિરેન દોલતભાઈ પરમાર, હેન્ગ આઉટ કાફે પાર્લરમાંથી ચિરાગ જયંતીભાઈ સોલંકી, અજીમ આરીફભાઇ પઠાણ, કુલદીપસિંહ જુવાનસિંહ સોલંકી, દીક્ષિત હરેશભાઇ વાડોલિયા, ઘેલાભાઈ દેવરાજભાઇ વિષપરા બીભત્સ ચેઈનચાળા કરતા નજરે પડતા અટકાયત કરી હતી.
તેમજ પોલીસ કમિશ્નરને મળેલી અરજી અન્વયે ચંદ્રકાન્ત ઉર્ફે રઘુ ઉર્ફે કાળિયો ઠાકરશીભાઈ વડોદરિયાને રૂબરૂ બોલાવી કાયદાનું ભાન કરાવી અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા ઝુંબેશ દરમિયાન 250 વાહનો ચેકીંગ કરી લાઇસન્સ સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી.