દારૂ ભરેલી 8 લકઝરી કાર ઝડપાઈ

  • દારૂ ભરેલી 8 લકઝરી કાર ઝડપાઈ

 250 પેટી દારૂ સહિત રૂા.એક કરોડનો મુદ્દામાલ કબજે
ભરૂચ તા.11
વિદેશી દારૂ ભરેલ કારોના કાફલાને કરોડોના મુદ્દામાલ સાથે ભરૂચ એલસીબીએ ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. અંદાજે એક કરોડનો મુદ્દામાલ પકડી પાડેલ છે. ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે કેબલ બ્રિજ નજીકથી સવારના સમયે વિદેશી દારૂ ભરેલી 8 લક્ઝુરિયસ કાર સાથે 6 ખેપિયાઓને ઝડપી પડ્યા હતા. જેમા 250 પેટીથી વધુ દારૂનો જથ્થો પકડાયો હતો. પોલીસથી બચવા દારૂ ભરેલી 6 કારની સાથે 2 કાર પાઈલોટિંગ કરતી હતી.
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેદ્રસિંહ ચુડાસમાની સુચનાથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જેમાં 8 જેટલી લકઝરિયર્સ કાર સહિત 6 જેટલા આરોપીઓને પણ ઝડપી પડાયા છે. તેમજ અંદાજિત એક કરોડનો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે મુદ્દામાલ સાથે ઝડપાયેલ 6 આરોપીમાં પરેશ ઉર્ફે મકો શનાભાઇ ચૌહાણ(ઉ.વર્ષ.36, રહે. એ/13,ગીતાંજલી એપાર્ટમેન્ટ જલારામ મંદિર સામે કારેલીબાગ,વડોદરા), વિકાસ હર્ષદરાય મંડોરા (ઉ.વર્ષ.35, રહે., 128, વાડી, ભાટવાડ ટાવર, વડોદરા), કલ્પેશ પ્રમોદભાઇ બારોટ (ઉ.વર્ષ.38, રહે. વાડી, ભાટવાડ, વડોદરા), પ્રદિપ મહેન્દ્રભાઇ ગાંધી (ઉ.વર્ષ.30, રહે. 560, ધોળીકુઇ બજાર,ભરૂચ), દિપક નટવર્ભાઇ માછી (ઉ.વર્ષ.45,રહે. રાજપીપળા, મચ્છી માર્કેટ), સુનીલકુમાર પંડરીનાથ દિક્ષિત (ઉ.વર્ષ.41, રહે.પંડયા પોળ, કકલાસી, તા.નડીયાદ)નો સમાવેશ થાય છે. દારૂનો જથ્થો
કોનો છે? ક્યાંથી કયાં લઈ જવાઇ રહ્યો હતો. તેમજ ક્યા બુટલેગરનો છે? તે દિશામાં તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરેલ છે.