કોળી સમાજમાં બાવળિયાનો ‘વિકલ્પ’ શોધવા બેઠક

  • કોળી સમાજમાં બાવળિયાનો ‘વિકલ્પ’ શોધવા બેઠક

સૌરાષ્ટ્રનાં કોળી સમાજના ધારાસભ્ય આગેવાનોની સરકીટ હાઉસમાં ચર્ચા: લોકસભા ચૂંટણી અને કોંગ્રેસના સંગઠનમાં કોળી આગેવાનોનું વર્ચસ્વ વધારવા રણનીતિ
રાજકોટ તા.11
વર્ષો સુધી કોંગ્રેસના વફાદાર રહયા બાદ તાજેતરમાં જ ભાજપમાં પલ્ટો કરનાર કુંવરજીભાઈ બાવળીયાનો પર્યાપ શોધવા આજે સૌરાષ્ટ્રના કોળી સમાજના ધારાસભ્યો અને આગેવાનોની બેઠક રાજકોટમાં મળી હતી. કોંગ્રેસના ધારાસભ્યો સોમાભાઈ પટેલ, પરસોતમભાઈ સાબરીયા, પૂજાભાઈ વંશ, બાબુભાઈ વાજા, વિમલભાઈ ચુડાસમા, રાજેશભાઈ વકીલ, રૂત્વીકભાઈ મકવાણા સહિત સૌરાષ્ટ્રના કોળી સમાજના આગેવાનોમાં ચંદ્રિકાબેન ચુડાસમા (મા..મંત્રી), જવેરભાઈ ભાલિયા (પૂર્વ જી.પ્રં.ભાવનગર) જેઠાભાઈ જોરા (અખિલ ભારતીય કોળી સમાજ), પ્રવિણભાઈ રાઠોડ (ભાવનગર જિલ્લા પ્રમુખ), કાંતિભાઈ ગોહિલ (ભાવનગર કોંગ્રેસ અગ્રણી) સહિતના આગેવાનો કોંગ્રેસ સંગઠન અને લોકસભાની ચૂંટણીમાં રણનિતી ઘડવાં આજે બપોરે 2 વાગ્યે સરકીટ હાઉસ ખાતે એકઠા થઈ બેઠક યોજાશે. જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાએ પક્ષપલ્ટો કરતા હવે કોંગ્રેસમાં કોળી સમાજની આગેવાની કોના શિરે મુકવી તેના ઉ5ર મંથન કરવામાં આવી રહયું છે.
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોળી મતદારોને આકર્ષવા માટે આગેવાનોએ બેઠક કરી હતી. આ ઉ5રાંત જિલ્લા અને શહેરોમાં કોંગ્રેસનાં સંગઠનમાં કોળી સમાજના આગેવાનોને નિમણુંક સામવા અંગે પણ બેઠકમાં
ચર્ચા કરવામાં આવી હતી શહેર-જિલ્લાના સંગઠનમાં કોળી આગેવાનોનું વર્ચસ્વ વધારવા માટે ચર્ચા કરવામાં આવી હતી.