અલાસ્કા એરલાઇન્સના કર્મી.એ પ્લેન ચોર્યું! ચોરેલું પ્લેન ક્રેશ થયું

  • અલાસ્કા એરલાઇન્સના કર્મી.એ  પ્લેન ચોર્યું! ચોરેલું પ્લેન ક્રેશ થયું

 એરપોર્ટ મેનેજમેન્ટ કહે છે કે આ કોઇ આતંકી ઘટના નહોતી
વોશિંગ્ટન તા.11
અમેરિકાના પાટનગરમાં આવેલા સી-ટેક ઈન્ટરનેશનલ એરપોર્ટથી અલાસ્કા એરલાઈન્સના કર્મચારીએ શુક્રવારે રાતે અંદાજે 8.15 વાગે કંપનીનું એક પ્લોન ચોરી કરી લીધું હતું. એરલાઈન્સે ખુલાસો કર્યો છે કે, તેમાં કોઈ મુસાફર નહતું. પ્લેન ચોરી થયાના થોડીવાર પછી જ કેટ્રોન આઈલેન્ડ પાસે ક્રેશ થઈ ગયું હતું.
એરલાઈન્સે જણાવ્યું કે 29 વર્ષના પર્સી કાઉન્ટીએ હોરિજોન એર ક્યૂ 400 વિમાનની ચોરી કરી હતી. માનવામાં આવે છે કે, તેણે એકલા જ આ પ્લેનની ચોરી કરી હતી. આ ઘટના બન્યા પછી એરપોર્ટ પરથી ઉડાન રોકી દેવામાં આવી હતી. પરંતુ હવે સ્થિતિ સામાન્ય છે. એરપોર્ટ મેનેજમેન્ટનું કહેવું છે કે, આ કોઈ આતંકી ઘટના નથી.