લલિત વસોયાની ‘જળ’ પહેલા ‘જેલ’ સમાધિ

  • લલિત વસોયાની ‘જળ’ પહેલા ‘જેલ’ સમાધિ
  • લલિત વસોયાની ‘જળ’ પહેલા ‘જેલ’ સમાધિ
  • લલિત વસોયાની ‘જળ’ પહેલા ‘જેલ’ સમાધિ
  • લલિત વસોયાની ‘જળ’ પહેલા ‘જેલ’ સમાધિ
  • લલિત વસોયાની ‘જળ’ પહેલા ‘જેલ’ સમાધિ

ભાદરમાં ડૂબકી મારે એ પહેલા જ પોલીસે હાર્દિક પટેલ
ઉપરાંત લલિત વસોયા સહિતના ધારાસભ્યોની કરી અટકાયત ભાદર નદીમાં ઉદ્યોગો દ્વારા છોડાતા પ્રદુષિત પાણીને રોકવા ધારાસભ્યનો હાઇવોલ્ટેજ ડ્રામા રાજકોટ તા.11
સૌરાષ્ટ્રની જીવાદોરી ભાદર નદીમાં જેતપુરનાં ઉદ્યોગો દ્વારા છોડાતા કેમિકલયુક્ત પાણીના વિરોધમાં આજરોજ ધોરાજીનાં ભૂખી ગામે ધારાસભ્ય લલિત વસોયાના હાઇવોલ્ટેઝ ડ્રામાનો રોમાંચક અંત આવ્યો હતો. ભાદર નદીમાં જળ સમાધિ લે એ પૂર્વેજ લલિત વસોયા, હાર્દિક પટેલ, કોંગ્રેસના 11 ધારાસભ્યો સહિત અનેક કાર્યકરોને પોલીસે અટકાયત કરી લીધી હતી. અટકાયત સમયે પોલીસ અને હજારોની સંખ્યામાં આવેલા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાતા વાતાવરણ તંગ બની ગયુ હતું. પોલીસનાં અટકાયણી પગલાને લલીત વસોયાએ કાયદા વિરૂધ્ધ અને જનતાનાં અવાજને રૂંધવા સમાન ગણાવ્યું હતું તો હાર્દિક કહ્યું કે સરકારની તાનાશાહી જનતાનો અવાજ દબાવી નહી શકે. તા.25મીથી હવે સરકાર સામે મહાઆંદોલન છેડાશે તથા ભાદર મુદદે ગામેગામ સંમેલન થશે.
છેલ્લા ત્રણ મહિનાથી ભાદર નદી પ્રદુષિત પાણી મુદ્દે આંદોલન ચલાવી રહેલા ઉપલેટા ધોરાજીનાં ધારાસભ્ય લલીત વસોયાએ આજે જળ સમાધિ લઇ લેવાની ચિમકીનાં પગલે કાર્યક્રમ સ્થળે સવારથી જ પોલીસનાં ધાડેધાડા ઉતારી લેવાયા હતા. લલીત વસોયાનાં ટેકામાં હાર્દિક પટેલ ઉપરાંત જામજોધપુરનાં ધારાસભ્ય ચિરાગ કાલરિયા, બાબુભાઇ વાજા, પ્રવીણભાઇ મૂછડીયા, સહિત સૌરાષ્ટ્રનાં કોંગે્રસનાં 11 ધારાસભ્યો જોડાયા હતા. ભૂખીગામે ‘પિપલી લાઇવ’ જેવા દ્રશ્યો સર્જાયા હતા. આજુબાજુનાં ગામનાં હજારોની સંખ્યામાં લોકો સવારથીજ જમા થઇ ગયા હતા હાકલા-પડકારા સાથે ધારાસભ્ય લલિત વસોયાએ જળસમાધિ લેવા જોવા પગ ઉપાડ્યા કે પોલીસ ત્રાટકી હતી અને લલીત વસોયા ઉપરાંત હાર્દિક પટેલ, 11 ધારાસભ્યો, પાસનાં અગ્રણીઓ કાર્યકરોને વાનમાં બેસાડી દીધા હતા. પોલીસ તમામને અટકાયત કરી જેતપુર પોલીસ મથકે લઇ ગઇ હતી. દરમિયાન પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ પણ સજાર્યુ હતું.
અટકાયત બાદ ધારાસભ્ય વસોયાએ અટકાયતને ગેરકાયદેસર ગણાવી હતી. સરકાર પર આકરા પ્રહાર કરતા વસોયાએ કહ્યું કે 50 ઉદ્યોગપતિઓ માટે પાંચ લાખની જનતાને રામભરોસે કરી દેનાર સરકાર હવે વિરોધનો અવાા રૂંધવાનો ધૃણાસ્પદ પ્રયાસ કરી રહી છે. બીજી તરફ હાર્દિક પટેલે પણ અટકાયતી પગલાને તાનાશાહીરૂપ ગણાવી કહ્યું કે સરકાર કોઇ કાળે અજાવ દબાવી નહી શકે, અને આગામી તા. 25થી ભાદર મુદ્દે મહાઆંદોલન છેડાશે. કયાં ધારાસભ્યો ઉપસ્થિત હતા?
જળસમાધી કાર્યક્રમમાં લોક લડતમાં ટેકો આપવા માટે કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, પરસોતમભાઇ સાબરીયા, હર્ષદ રીબડીયા, બ્રિજેશ મેરજા, ચિરાગભાઈ કાલરીયા, પ્રવીણભાઈ મૂછડિયા, જે.વી.કાકડિયા, પ્રતાપ દુધાત, ભીખાભાઈ જોષી, બાબુભાઈ સહિતના ધારાસભ્યો અને અગ્રણીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેજ પર ગોઠવાઈ રંગીન પાણીની બોટલ
કેમિકલયુક્ત પાણી ભાદર ડેમમાં ભળવાથી લાખો લોકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે. ભુખી ગામે કાર્યક્રમમાં ભાદર-2 ડેમનું કેમિકલયુક્ત પાણીની બોટલો ભરી સ્ટેજ પર રાખવામાં આવી હતી. જેમાં પાણી લાલ કલરનું દેખાયું હતું. કેમિકલયુક્ત પાણીથી અનેક લોકોને ચામડીના રોગો થયા છે. ચામડીના રોગથી પીડાતા 50થી વધુ લોકોને પણ હાજર રાખવામાં આવ્યા હતા. જેમાં કોઇને હાથે તો કોઇના ગળાના ભાગે ચામડીના રોગો થયાનું જોવા મળી હતું. પ્રદુષણ બોર્ડનાં અધિકારીઓ ચલાવે છે જેતપુરનું ડાઇંગ એસોસિએશન: વસોયા
 રાજકારણમાં 30 વર્ષથી છું, માંડ વારો આવ્યો છે, પ્રજાના પ્રશ્ર્ને જાન ગુમાવવા પણ તૈયાર
 જેતપુરનો ડાઇંગ એસો. પ્રદુષણ બોર્ડના અધિકારીઓ ચલાવે છે, ભાજપ વિરોધીઓને નોટિસો ફટકારાઇ
 ભાદરની લડાઇ બીન રાજકીય છે. ભાજપનાં પણ કેટલાય સરપંચો આગેવાનોનો ટેકો મળ્યો છે.
 સરકારની નીતિ ખોરા ટોપરા જેવી છે. પ્રશ્ર્નો ઉકેલવાને બદલે સરકાર આંદોલનકારીઓ સામે પોલીસ ધરી દે છે અને ઘર્ષણ કરાવે છે.
 પાંચ લાખની પ્રજાના આરોગ્યની ચિંતા કરવાના બદલે સરકાર અને મંત્રીઓ જેતપુરમાં ઉદ્યોગપતિઓને આંદોલન વિરૂધ્ધ રેલી કાઢવા
ઉશ્કેરે છે. ડાઈંગમીલના માલિકોની ગાંધીનગર સુધી પહોંચ અને પકડ : હાર્દિક
 મુખ્યમંત્રી આજે ઉપલેટા અને પાનેલીમાં છે ત્યારે હજારો ખેડૂતોને આશ્ર્વાસન આપવાના બદલે તમાશો નિહાળ્યો
 જેતપુરના ડાંઈગ મીલના માલિકોને સરકાર અને મંત્રીઓ સાથે સાંઠગાંઠ છે.
 પ્રદુષિત પાણીના કારણે 400 ગામના સેંકડો લોકો ગંભીર બિમારીઓમાં સપડાયા ; સરકારને ચિંતા ન હોય તો હવે કયાં લાહોર જતા રહેવું ?
 સરકારનો વાંક નથી, ઉદ્યોગપતિઓનો વાંક નથી. વાંક મારા- તમારા જેવા મતદારોનો છે જેમણે આવા ‘બાંધા’ઓને ચૂંટ્યા છે.
 હું કોઈનો વિરોધી નથી, ખેડૂતોનો સમર્થક છું. હવે આંદોલન વિશાળ ફલક પર લઈ જવાશે.
 દુખની વાત તો એ છે કે સરકારમાં જેતપુરના જ ધારાસભ્ય મિનિસ્ટર છે પરંતુ પાંચ લાખની પ્રજાનાં પ્રશ્ર્ને હજુ સુધી તેઓ એક પણ શબ્દ નથી બોલ્યા !