PI સોનારાના સમર્થનમાં ધરણા, ચકકાજામ

  • PI સોનારાના સમર્થનમાં ધરણા, ચકકાજામ
  • PI સોનારાના સમર્થનમાં ધરણા, ચકકાજામ

રાજકોટ, તા. 11
રાજકોટનાં પરાબજારમાં દબાણ હટાવ ઝુંબેશ દરમ્યાન ભાજપના અગ્રણીને ફડાકા મારવાનાં વિવાદના પગલે પીઆઈ સોનારાની કરવામાં આવેલ બદલીનો વિરોધ અવિરત ચાલુ જ રહ્યો છે આ બદલીના વિરોધમાં આજે સર્વસમાજ એકતા મંચના નેજા હેઠળ ત્રિકોણબાગ ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા તો કોઠારીયા રોડ ઉપર આહીર યુવાનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યુ હતું.
સર્વ સમાજ એકતા મંચના નેજા હેઠળ યોજવામાં આવેલ ધરણામાં ક્ષત્રીય સમાજ, મોચી સમાજ, લઘુમતી સમાજ, ગઢવી સમાજ, પ્રજાપતિ સમાજ, ભરવાડ સમાજ, પાટીદાર, વાણંદ, સોની, દરજી, રાજપુત, રાવળદેવ, દલિત તેમજ બારોટ સમાજ સહિતના સમાજ જોડાયા હતાં. આ ઉપરાંત કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપુત તેમજ કોંગ્રેસના નગર સેવકો પણ ધરણામાં હાજર રહ્યા હતાં. આ સિવાય કોઠારીયા રોડ ઉપર અનાનક જ આહીર સમાજના યુવાનોએ પીઆઈ સોનારાની બદલી રદ કરવાની માંગણી સાથે રસ્તા રોકો આંદોલન કરતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને વાહનોના થપ્પા લાગી ગયા હતાં. જો કે, પોલીસે સ્થળ પર દોડી જઈ આંદોલનકારીઓને દૂર કરી ટ્રાફિક કલીયર કરાવ્યો હતો.