સાપ્તાહિક રાશિ ભવિષ્ય । તા: 12/08/2018 રવિવાર થી 18/08/2018 શનિવાર । (હેમિલ લાઠિયા * એસ્ટ્રોડિસ્કવર)

  • સાપ્તાહિક રાશિ ભવિષ્ય । તા: 12/08/2018 રવિવાર થી  18/08/2018 શનિવાર । (હેમિલ લાઠિયા * એસ્ટ્રોડિસ્કવર)

મેષ
(અ.લ.ઈ.) સપ્તાહ દરમિયાન તમારા મગજમાં વધુ વિચારો માનસિકથાકની લાગણી અને કામ ટાળવાની વૃત્તિ જગાવે તેના કારણે ક્યાંક ખોટીવાર્તાલાપકે વાદવિવાદની સંભાવના બની શકે, નાનીનાની વાતમાં ગુસ્સો ના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં તકેદારી રાખવી જરૂરી છે. બજારમાં કામકાજ કરતી વખતે કામમાં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, કોઈને વણમાંગી સલાહ-સૂચન ના આપવી, ખટપટકે મજાક કરવાવાળા લોકોથી દૂર રહેવામા જ શાણપણ છે.     વૃષભ
(બ.વ.ઉ.) લાગણીશીલ બની જવાય તેવું સપ્તાહ છે. તમારા સ્વભાવમાં કોઈના કામમાં સહભાગી થવાના ગુણ જાગે વળી ક્યાંક અંગતસંબંધ જેવા કે મિત્રતામાં,સગા-સ્નેહીની તમે મજાક કરવાની વૃત્તિવાળા બનો. જૂની ઓળખાણકે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમાં તમારી હાજરી પ્રભાવી બની શકે છે, બજારના કામકાજમાં ઉત્સાહને સફળતા જોવા મળે તેવી સંભાવના વધુ રહેલી છે. જૂના મતભેદ ભૂલવાની તક મળી શકે છે, નવી નોકરી કે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવી વસ્તુ શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે.   મિથુન
(ક.છ.ઘ.) સપ્તાહ દરમિયાન ક્યાય વાણીવિલાસ ના થાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે. ઘરમાં કે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે, ઉતાવળીયે કામકાજમાં ગેરસમજ થવાની સંભાવના રહેલી છે. કોઈ જગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. બજારના કામકાજમાં ધીરજ અને અનુભવથી કામકાજ કરવું, અન્યની વાતમાં દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમાં સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમાં સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવું તેમક જરૂર પૂરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય. કર્ક
(ડ.હ.) મિલન-મુલાકાતકે હરવા-ફરવામાં સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેર કાર્યક્રમમાં જવાના યોગ છે તેમાં તમારી હાજરીનું વર્ચસ્વ પણ દેખાય. બજારના કામકાજમાં તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાની વૃત્તિ જાગે. યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ મિત્રવર્તુળમાંથી સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમાં રહેતી હોય તેને ક્યાંક રજૂ કરવાની તક પણ મળી શકે છે.    સિંહ
(મ.ટ.) સપ્તાહ દરમિયાન થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંકને ક્યાંક અશાંતિ રહ્યા કરે. વિચારોની માયાજાળમાં ફસાયેલા રહો. કોઇની વાતના કારણે કોઈના પર ગુસ્સો ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બજારના કામકાજમાં ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમાં દેખાઈ આવે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે તેવી સંભાવના રહેલી છે. તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમાં ધ્યાન અને મન પરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો. ક્ધયા
(પ.ઠ.ણ.) મનની ઈચ્છા પૂરી થતી હોય તેવા એંધાણ દેખાવાની સંભાવના વધુ રહેલી છે. કોઈ તમારી પસંદગીની વાત જાણે-અજાણે પ્રત્યક્ષકે પરોક્ષ રીતે કોઈ કરી જાય તેવા સંજોગો સંભવિત વધુ બને છે. ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્યમાં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, બજારના કામકાજમાં કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્ર્વાસમાં વધારો કરી શકે છે. ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમાં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી વાત જાણવા મળે.    તુલા
(ર.ત.) વિદેશ જવા ઈચ્છા ધરાવતી વ્યક્તિ માટે કોઈ લાભના કે સારી જાણકારી પ્રાપ્ત થાય તેવા સંજોગ ઊભા થઇ શકે છે. લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઊભા થવાની સંભાવના રહેલી છે, જૂની વાત ક્યાય અટકેલી હોય તેમાં પણ પ્રયત્ન કરવામાં આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે. બજારના કામકાજમાં ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમાં પણ સફળતા સંભવિત બની શકે છે. મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમાં તમે આનંદ,ઉત્સાહ અનુભવી શકો છે. તમારામાં સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવું પણ બની શકે છે. વૃશ્ર્ચિક
(ન.ય.) જાહેરજીવનમાં તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃત્તિ વધુ જાગે પરંતુ તેમાં તમારાથી કોઈની લાગણીના દુભાયકે કોઈની ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જુના ક્યાય ઘરમાં કે નજીકના સગા-સ્નેહીમાં કોઈ અણબનાવકે મનદુ:ખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમાં પણ સફળતા દેખાઈ શકે છે. બજારના કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમાં સારી ઉપસી આવે. નવીનકાર્ય કરવામાં તમને અન્યનો સાથ-સહકાર કે માર્ગદર્શન સારું મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ વધી શકે છે. ધન
(ભ.ફ.ઢ.ધ.) ધીરજનો અભાવ અને અધીરા પણું વધુ જોવા મળી શકે છે, પાડવા,વાગવા કે લપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી. ખટપટ કરનાર વર્ગથી દૂર રહેવાની જરૂર છે જેથી ખોટીવાતમાં દોરવાઈના જવાય. બજારના કામકાજમાં ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે. સલાહ, ઠપકો કે કઈપણ પ્રકારનું માર્ગદર્શન કોઈને આપતા પેહલા વિચાર કરવો જરૂરી છે કે તેમાં તેને કોઈ ગેરસમજ ના થઇ જાય. વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા, ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણીશાંતિ અને સરળતા રહી શકે છે.    મકર
(ખ.જ.) યાત્રા કે જાત્રા થાય તેવા સંજોગો ઊભા થઇ શકે છે. તમારામાં ધાર્મિક ભાવના,વધુ જાગે લોકકલ્યાણના વિચારો વધુ જાગે તેવું સંભવિત છે. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામાં અઘરો પડતો હોયતો તે વિષય શીખવામાં વધુ મહેનત કરવાથી સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે. બજારના કામકાજમાં લાભની કોઈ વાત સંભવિત બની શકે છે. લગ્ન માટેની વાતચીત ગોઠવવી અને તેમાં મિલનમુલાકાત કરવી તેમાં કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશ જવા ઈચ્છારાખનાર વર્ગ આ સપ્તાહ દરમિયાન તેમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે. કુંભ
(ગ.શ.સ.) કામકાજમાં વ્યસ્તતા અને માનસિક થાકની લાગણી અનુભવો. કામકાજમાં સમયનો વ્યય પણ વધુ થઇ શકે કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવી સંભાવના રહેલી છે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્ર્વાસથી કામમાં રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે. બજારમાં કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાય પરંતુ કામકાજ થઇ શકે. ઘરમાં વડીલવર્ગકે ઓફિસમાં ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થવાની સંભાવના રહેલી છે. મુસાફરી, પ્રવાસ થોડો કંટાળાજનક અને સમયના વ્યય થાય તેવો રહી શકે છે, લગ્ન બાબતની વાતચીત ચાલતી હોય ત્યાં ધીરજ અને અનુભવથી આગળ વધવું ઇચ્છનીય છે. મીન
(દ.ચ.ઝ.થ.) સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની
આપ-લે થઇ શકે છે. મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમાં કોઈ ગમતીવાત સાંભળવા કે રજૂ કરવાની તક મળી શકે છે. બજારના કામકાજમાં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. માર્કેટિંગક્ષેત્રમાં તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમાં કામકરવાથી લાભ સંભવિત બની શકે છે. મુસાફરીકે પ્રવાસનું આયોજન સંભવિત બની શકે છે. પેટ,અપચાની તકલીફ સંભવિત છે, વડીલવર્ગને જૂનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિક કામકાજમાં જોડવાની વૃત્તિ વધુ જાગે, કોઈ પ્રવૃત્તિમાં અન્યનો સાથ સહકાર મળી શકે છે.